નર્મદા જિલ્લાની સરહદ મહારાષ્ટ્ર સાથે જોડાયેલી છે ત્યારે ચુંટણીમાં મહારાષ્ટ્રમાંથી ઘુસાડવામાં આવતાં દારૂ કે પૈસાને રોકવા માટે તમામ સરહદો સીલ કરી સઘન વાહન ચેકીંગ કરવામાં આવી રહયું છે. તમામ વાહનોની તલાશી લીધા બાદ જ તેમને આગળ જવાની મંજુરી આપવામાં આવી રહી છે. નર્મદા જિલ્લો ગુજરાતની બોર્ડર પર આવેલો જિલ્લો છે. હાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ઓ ચાલી રહી છે.
ત્યારે બાહ્ય રાજ્યમાંથી કોઈ દારૂ કે રૂપિયા ચૂંટણીમાં મતદારોને રીઝવવા કોઈ લાવે નહીં અને કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં એ માટે નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા સાગબારા પીએસ આઈ કે .જ.ે પાટીલ અને તેમની ટીમ દ્વારા સાગબરની ધનસેરા ચેકપોસ્ટ પર કડક ચેકીંગ કરવામાં આવી રહી છે.ચૂંટણી પંચ દ્વારા પણ મોનીટરીંગ સેલ મુકવામાં આવી છે.
આવી જિલ્લામાં 10 જેટલી ચેકપોસ્ટ બનાવી..સઘન ચેકીંગ કરવામાં આવી રહી છે.ખાસ બોક્સ પોકેટ કેમેરા નો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.ધનશેરા ચેકપોસ્ટ ઉપર સઘન વાહન ચેકિંગના પગલે બુટલેગરો હવે ગામડાઓના અંતરિયાળ રસ્તા મારફતે ગુજરાતમાં દારૂ ઘુસાડે તેવી સંભાવના હોવાથી સ્થાનિક પોલીસ ગામડાઓમાં પણ ચેકિંગ કરી રહી છે. સરહદો સીલ થતાં બુટલેગરોમાં દોડધામ મચી ગઇ છે.
કલેક્ટરે ચેકપોસ્ટની મુલાકાત લીધી
જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ દેડિયાપાડા તાલુકાની બિતાડા અને શંભુનગર સહિત મહારાષ્ટ્રની સરહદને જોડતી આંતરરાજ્ય સાગબારા તાલુકાની ધનશેરા ચેકપોસ્ટની મુલાકાત લીધી હતી. તેમણે ચેકપોસ્ટ ખાતે ચૂંટણીલક્ષી ફરજો માટે તૈનાત કરાયેલી ફ્લાઇંગ સ્કોડ, CAPF જવાનો અને પોલીસ જવાનો ધ્વારા થઇ રહેલી કામગીરીના સ્થળ નિરીક્ષણ સાથે ટીમોને સ્થળ પર જ જરૂરી સૂચનો કર્યા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.