ચેકિંગની કામગીરી:કેન્દ્રીય ચૂંટણી પંચના નિરીક્ષક દ્વારા EVMના વેર હાઉસનું નિરીક્ષણ

રાજપીપળા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10મી ઓગસ્ટ સુધી ચેકિંગની કામગીરી પૂર્ણ કરાશે

નર્મદા જિલ્લામાં કલેકટર કચેરી-જિલ્લા સેવા સદનના કંપાઉન્ડમાં કેન્દ્રીય ચૂંટણી પંચની માલિકીના EVM-VVPAT ના સંગ્રહ માટેના સમર્પિત વેર હાઉસની કેન્દ્રીય ચૂંટણી પંચના નિરીક્ષક અને કેરાલાના સંયુક્ત નિર્વાચન અધિકારી અનિશ ટી. એ મુલાકાત લઇ ગુજરાત વિધાનસભાની આગમી સામાન્ય ચૂંટણીઓ-22ને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડી.એ.શાહ તેમજ બેંગલોરની બેલ કંપનીના ઇજનેર મદનસિંઘ યાદવ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જિજ્ઞાબેન દલાલ, પ્રાંત અધિકારી પ્રિતેશ પટેલ વગેરેની ઉપસ્થિતિમાં EVM-VVPAT F.S.L. ફર્સ્ટ લેવલ ચેકીંગની કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો.

નર્મદા જિલ્લામાં નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા મત વિસ્તારની આગામી સમાન્ય-ચૂંટણીઓ-22 માટે ઉપયોગમાં લેવાનાર EVM-VVPAT મશીનની ચકાસણીની આ કામગીરી 10 મી ઓગષ્ટ સુધી ચાલશે. જિલ્લામાં 01 ઓગષ્ટથી શરૂ થયેલી આ કામગીરીમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જિજ્ઞાબેન દલાલ, પ્રાંત અધિકારી પ્રિતેશ પટેલ, ચૂંટણી શાખાના મામલતદાર કનકબેન ઠાકર સહિત જિલ્લા ચૂંટણી તંત્રની સમગ્ર ટીમ અને બેલ કંપનીના ઇજનેરઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...