ભાસ્કર વિશેષ:નર્મદા જિલ્લાને 2025 સુધી ટીબી મુક્ત બનાવવા પહેલ, ટીબી વાન ગામેગામ ફરી જાગૃતિ ફેલાવશે

રાજપીપળા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પિરામલ ફાઉન્ડેશનની ટીબી અને કોવિડ એક્ટિવ કેસ ફાઈન્ડિંગ સર્વે વાન રવાના કરાઈ

નર્મદા જિલ્લો એ એસ્પિરેશનલ જિલ્લો છે, ત્યારે આ જિલ્લામાં ટીબીના દરદીઓને ઘર આગણે જ સમયસર સારવાર-નિદાન થઈ શકે તે હેતુસર ટીબી મુક્ત ભારત કાર્યક્રમ હેઠળ નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન નિલામ્બરીબેન પરમાર, જિલ્લા ક્ષય અધિકાર ડૉ. ઝંખનાબેન વસાવાએ જિલ્લા ક્ષય સંકુલ ખાતેથી પિરામલ ફાઉડેશનની ટીબી અને કોવિડના એક્ટિવ કેસ ફાઈન્ડિંગ સર્વે વાનને લીલીઝંડી દ્વારા ફ્લેગઓફ કરી પ્રસ્થાન કરાવાઈ હતી.

નીતિ આયોગ અને આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા ટીબી મુક્ત ભારત કાર્યક્રમ હેઠળ આદિવાસી પ્રભાવિત જિલ્લાઓમાં ચલાવવામાં આવી રહેલા વિશેષ ખાતરી અભિયાન હેઠળ, નર્મદા જિલ્લામાં પીરામલ સ્વાસ્થ્ય દ્વારા યુએસએસ એઇડના સહયોગથી ટીબી સક્રિય કેસ શોધવાનું અભિયાન હાથ ધરાશે. જેમાં TB ACF કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લાના પાંચ તાલુકામાં વાહન દ્વારા ટીબી રોગ સંભવિત સ્ક્રીનીંગ કરવા માટે આ કામગીરી કરવામાં આવશે.

આ ટીબી વાન દ્રારા ટીબીના દરદીઓના સ્પુટમ (ગળફા) લેવામાં આવશે. તેમના નમૂનાઓનું કાઉન્સેલિંગ કર્યા પછી, તેમને ઘરેથી એકત્રિત કરવા અને તેમને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપશે. ટી.બી.ની રેફરલ સેવા થકી છુપાયેલા કેસોને ઓળખી સારવાર પણ કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...