નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાની તીરંદાજી સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધાની અંદર દેશના કેન્દ્ર અને રાજ્ય કુલ મળી 45 રાજ્યોના લગભગ 320 જેટલા મહિલા-પુરુષ તીરંદાજોએ ભાગ લીધો હતો. આ તીરંદાજી સ્પર્ધાની અંદર ભારતના અનેક અર્જુન એવોર્ડ વિજેતા, ઓલિમ્પિકમાં ભાગ લઈ ચુકેલા તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ તીરંદાજી ક્ષેત્રે નામના મેળવી ચૂકેલા તીરંદાજોએ ભાગ લીધો હતો.
આ સ્પર્ધા દરમિયાન તીરંદાજો માટે પ્રથમ વખત ગુજરાતમાં આવી સ્પર્ધા યોજાતા તીરંદાજોમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર સ્પર્ધાનું આયોજન રાષ્ટ્રીય આર્ચરી એસોસિએશન અને ગુજરાત આર્ચરી એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાની અંદર વિજેતાઓને મેડલ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.
આ બાબતે જોઈન્ટ સેક્રેટરી રાષ્ટ્રીય આર્ચરી એસોસિએશન દિનેશ ભીલે જણાવ્યું હતું કે, દેશભરમાંથી 45 સ્ટેટ આર્ચરોએ ભાગ લીધો હતો. 320 આર્ચર્સને વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો. જેમાં વર્લ્ડ નંબર 1 દીપિકા કુમારી, ઓલંપિયર્સ અતાનુ દાસ સહિત 20 જેટલા ઇન્ટરનેશનલ ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો. આ સ્પર્ધા પાછળ આ તીરંદાજી સ્પર્ધાનો વ્યાપ વધારવાનો છે. આ સ્પર્ધાથી સંદેશ પુરા દેશમાં જાય અને યુવક-યુવતીઓ ઇન્ટરેસ્ટ લે અને આ જગ્યા મેદાનનો પણ અનુભવ કરે એ માટે આયોજન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય તીરંદાજ વેસ્ટ બેંગોલના અતાનું દાસે જણાવ્યું હતું કે, ગુજરાત કેવડિયા એકતા નગર પહેલી વાર આવ્યો છું. રાજ્ય સરકાર અને સ્થાનિક આયોજકો દ્વારા મેદાનથી લઈને ખેલાડીઓને રહેવા જમવાની અને અન્ય ફેસિલિટી બહું સારી છે. સુંદર આયોજન મેદાન પણ ખુબ સારું છે. આર્ચરી માટે એકતાનગરમાં ઇન્ટરનેશનલ સ્ટેડિયમ બની શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.