• Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • India Is A Fast Growing Economy; The Prime Minister Inaugurated The National Conference Of Environment Ministers Of All States At Ekta Nagar

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું:ભારત એક ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે; પ્રધાનમંત્રીએ એકતા નગરમાં તમામ રાજ્યોના પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું

નર્મદા (રાજપીપળા)10 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રધાનમંત્રીએ એકતા નગરમાં તમામ રાજ્યોના પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે, ભારત એક ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે, અને તે તેની ઇકોલોજીને પણ સતત મજબૂત કરી રહ્યું છે. આપણું જંગલ આવરણ વધ્યું છે અને વેટલેન્ડ્સ પણ ઝડપથી વિસ્તરી રહી છે. હું તમામ પર્યાવરણ મંત્રીઓને રાજ્યોમાં બને તેટલું સર્ક્યુલર અર્થતંત્રને પ્રોત્સાહન આપવા વિનંતી કરું છું. મને લાગે છે કે, પર્યાવરણ મંત્રાલયની ભૂમિકા નિયમનકાર તરીકેની જગ્યાએ પર્યાવરણના પ્રમોટર તરીકે વધુ છે.

એકતાનાગર કેવડિયા ટેન્ટ સીટી ખાતે 2 દિવસની રાષ્ટ્રીય કોન્ફરન્સમાં તમામ રાજ્યોના કેબિનેટ પર્યાવરણ મંત્રીઓ રાજ્યકક્ષાના મંત્રીઓની હાજરીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ હાજર રહીં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાતે હાજર રહ્યા હતા. જેમની સાથે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને અશ્વિની ચોબે સહિત મંત્રીઓએ આ કોન્ફરન્સ ખુલ્લી મૂકી હતી. આ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિંગલ પ્લાસ્ટિક સ્વચ્છતા અને ગ્રીન ઇન્ડિયાની વાત કરી હતી. ત્યારે નર્મદા બંધના નિર્માણને લઈને કોંગ્રેસ અને કેજરીવાલ પર કટાક્ષ પણ પ્રધાનમંત્રીની સ્પીચમાં જોવા મળ્યો હતો.

પ્રધાનમંત્રીએ સરદાર સરોવર ડેમનું ઉદાહરણ આપ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પર્યાવરણીય મંજુરી મેળવવામાં પડતી ગૂંચવણોનો નિર્દેશ કરતા સરદાર સરોવર ડેમનું ઉદાહરણ આપ્યું હતું. જે 1961માં પંડિત નેહરુ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. તેમણે ધ્યાન દોર્યું કે પર્યાવરણના નામે આચરવામાં આવેલા કાવતરાઓને કારણે તેનું નિર્માણ પૂર્ણ કરવામાં દાયકાઓ લાગ્યા. પ્રધાનમંત્રીએ વિવિધ વૈશ્વિક સંસ્થાઓ અને ફાઉન્ડેશનો પાસેથી કરોડો રૂપિયા લઈને ભારતના વિકાસમાં અવરોધ ઊભો કરવામાં શહેરી નક્સલીઓની ભૂમિકાની પણ ઓળખ કરી હતી.

સરદાર સાહેબની પ્રતિમા આપણને એકતાના સંકલ્પને વળગી રહેવાની પ્રેરણા આપે છે
પ્રધાનમંત્રીએ દિલ્હીમાં પ્રગતિ મેદાન ટનલનું ઉદાહરણ આપ્યું હતું. પર્યાવરણને લગતી તમામ પ્રકારની મંજૂરીઓ માટે સિંગલ-વિન્ડો મોડ એવા પરિવર્તન પોર્ટલના ઉપયોગ પર ભાર મૂક્યો હતો. મોદીએ કહ્યું કે, આપણે જળ, વાયુ પરિવર્તન સંબંધિત પડકારોનો સામનો કરતી વખતે અર્થતંત્રના દરેક ઉભરતા ક્ષેત્રનો સારો ઉપયોગ કરવો પડશે. "કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેએ સાથે મળીને હરિયાળી ઔદ્યોગિક અર્થવ્યવસ્થા તરફ આગળ વધવું પડશે", “એકતા નગરમાં તમને ઘણું શીખવા, જોવા અને કરવા મળશે. ગુજરાતના કરોડો લોકોને અમૃત આપતો સરદાર સરોવર ડેમ અહીં જ હાજર છે,”એમ તેમણે ઉમેર્યું, “​​​​​​​ આટલી વિશાળ પ્રતિમા આપણને એકતાના સંકલ્પને વળગી રહેવાની પ્રેરણા આપે છે.”ની વાત કરી હતી.

કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલય આગળ વધી રહ્યું છે
જયારે બીજી બાજુ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પર્યાવરણની સુરક્ષા સાથે ગ્રીન કવર વધારીને જળ, વાયુ પરિવર્તનના પડકારોનો સામનો કરવામાં ગુજરાત યોગદાન આપશેની વાત કરી હતી. જયારે કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે પણ વડાપ્રધાનના મિશન લાઇફને સાકાર કરવા માટે કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલય આગળ વધી રહ્યું છે. તમામ રાજ્યો સાથે રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

વિવિધ મહાનુંભાવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં
આ કોન્ફરન્સમાં કેન્દ્રીય વન અને પર્યાવરણ રાજ્યમંત્રી અશ્વિની ચૌબે, નીતિ આયોગના મુખ્ય કારોબારી અધિકારી પરમેશ્વરમ ઐયર, કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયના સચિવ લીના નંદન, ગુજરાતના વન અને પર્યાવરણમંત્રી કિરીટસિંહ રાણા, રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. સોલંકી, ગુજરાત રાજ્ય વન વિભાગના વડા એસ.કે.ચતુર્વેદી, વિવિધ રાજ્યોમાંથી આવેલા વન મંત્રીઓ, વન વિભાગના સેક્રેટરીઓ, સીપીસીબીના ચેરમેનો, નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકીત પન્નુ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...