76માં સ્વતંત્રતા પર્વની ઉજવણી:સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં સ્વાતંત્ર્ય દિવસની પ્રથમવાર ઉજવણી કરવામાં આવી; મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાથે અધિકારીઓ જોડાયા

નર્મદા (રાજપીપળા)2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં 76માં સ્વાતંત્ર્ય દિવસની પ્રથમવાર ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં ચેરમેન અને ગુજરાતના નાણાં વિભાગનાં અગ્રસચિવ અને સરદાર સરોવર નર્મદા નિગમના વહીવટી સંચાલક જે.પી.ગુપ્તાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યો હતો. જેમાં પ્રવાસીઓ સાથે નર્મદા નિગમના અને SOU ઓથોરિટી, CISFના અધિકારીઓ કર્મચારીઓ જોડાયા હતા.

સ્ટેચ્યુ ઓફ યુનિટી 31 ઓક્ટોબર 2018માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું પરંતુ આજ દિન સુધી આ સ્ટેચ્યુ પરિસરમાં ધ્વજારોહણ કાર્યક્રમ કરવામાં આવ્યો નહોતો, પરંતુ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અને હર ઘર તિરંગાના અભિયાનને લઇને ઘરે ઘરે તિરંગા લગાવવામાં આવ્યા છે, ત્યારે પ્રથમવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આઝાદીના 76માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી. જેપી ગુપ્તાએ સૌ દેશવાસીઓ અને પ્રવાસીઓને સ્વાતંત્ર પર્વની શુભેચ્છાઓ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...