સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આજુબાજુના રોડ સહિતના વિસ્તારોની સફાઈ માટે BVG કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો હવે સત્તા મંડળ દ્વારા VMC ને સફાઈ મશીનો માટે કોન્ટ્રાકટ અપાતા મેનપાવર દ્વારા સફાઈ કરવામાં આવતી હતી તે હવે મેનપાવર નો કોન્ટ્રાકટ રદ થતા 150 જેટલા કર્મચારીઓને છુટા કરવામાં આવ્યા જેને કારણે 150 પરિવારો ને અસર પહોંચી છે.
જેથી સાંસદ મનસુખ વસાવા ને રજૂઆત કરતા સાંસદ મનસુખ વસાવા એ મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ અને સાંસદ અને ભાજપ પાર્ટી અધ્યક્ષ સી આર પાટીલને લેખિત રજૂઆત કરી આ તમામ છુટા કરાયેલા કર્મચારીઓ ને અન્ય એજન્સીઓમાં સમાવેશ કરવા માંગ કરી છે. આ બાબતે સાંસદ મનસુખ વસાવા એ જણાવ્યું હતું કે કેવડિયા એકતાનગર ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ના અથાગ પ્રયત્નો થકી વિશ્વકક્ષાના અનેક વિધ પ્રોજેક્ટો કાર્યરત થયા છે અને સમગ્ર દેશમાંથી પ્રવાસીઓ મુલાકાત લેવા મોટી સંખ્યામાં આવે છે.
એકતાનગર ખાતે રસ્તાઓની સાફ સફાઇની કામગીરી BVG INDIA LTD ને ફાળવામાં આવેલ હતી જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોને રોજગારી ઉપલબ્ધ થતી હતી. પરંતુ SQUADTGA દ્વારા આધુનિક રોડ સ્વીપર મશીન દ્વારા રસ્તાઓની સાફ સફાઇ કરાવામા આવે છે જેથી 150 કરતા પણ વધારે કર્મચારીઓ હાલમાં રોજગારી વગરના થઈ ગયા હોવાથી સ્થાનિક છૂટા થયેલ કર્મચારીઓ પાસે આજીવિકા માટે હાલમાં બીજો કોઇ વિકલ્પ ના હોય જેથી SOUADTGA દ્વારા આધુનિક રોડ સ્વીપર મશીન દ્વાય રસ્તાઓની સાફ સફાઇ બંધ કરવામા આવે અને અગાઉની સ્થિતિને બહાલ રાખવામાં આવે એના માટે પગલાં ભરવા રજૂઆત કરી છે. રોજગારીના અભાવે 150 લોકો ના પરિવારનું ગુજરાન ચલાવવું મુસ્કેલ બન્યું છે. હાલમાં શાળાઓમાં એડમીશન સહિતના ખર્ચા હોય બાળકોના શિક્ષણ પર તેની આડ અસરની શક્યતા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.