વિદેશમંત્રી ગુજરાતના પ્રવાસે:નર્મદામાં અમૃત સરોવર પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો; 750 જિલ્લામાં 50 હજારથી વધુ સરોવરો બનાવાશે

નર્મદા (રાજપીપળા)22 દિવસ પહેલા
  • કૉપી લિંક

કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ.સુબ્રમણ્યમ્ જયશંકરે નર્મદા જિલ્લાના લાછરસ ગામે અમૃત સરોવરની મુલાકાત લઈ પૂજા કરી દેશમાં અમૃત સરોવર પ્રોજેકટની શરૂઆત કરવામાં આવી. આ પ્રોજેકટ આખા દેશમાં એક સાથે શરૂઆત કરી છે. જેમની સાથે ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, પૂર્વ પ્રમુખ ઘનશ્યામ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષબેન વસાવા, જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતીયા, સહિત આગેવાનો અને અધિકારીઓ સહિત જેસીબી કંપનીના અધિકારીઓ હાજર રહ્યા હતા.

આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન દેશમાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણી સમસ્યાઓને હલ કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અમૃત સરોવર પ્રોજેકટ અમલમાં મુક્યો અને જેને લઈને કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ.સુબ્રમણ્યમ્ જયશંકરે આજ રોજ નાંદોદ તાલુકાના લાછરસ ગામે “અમૃત સરોવર પ્રોજેક્ટ”ની મુલાકાત લીધી હતી. જ્યાં પૂજા કરી લોકોને આ પાણીથી ખૂબ ફાયદો થશે એવી જમીનના સ્તર ઉંચા આવશે. આવા દેશના તમામ રાજ્યોમાં 7500થી વધુ જિલ્લાઓમાં 50 હજારથી વધુ જગ્યાઓ પર આવા તળાવોને અમૃત સરોવર પ્રોજેકટ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જ્યાં યુદ્ધના ધોરણે કામગીરીઓ ચાલી રહી છે ત્યારે કેન્દ્રીય મંત્રી ડૉ.સુબ્રમણ્યમ્ જયશંકર જાતે લાછરસ ગામે જઈને તળાવનું નિરીક્ષણ કર્યું અને પૂજા કરી આ ગામમાં આ જળ સંચાયથી ઘણો લાભ થશે ની વાત કરી અને તંત્ર કામ કરે તો.લોકો સહકાર આપે એવી પણ આપીલ કરી હતી.

આ બાબતે ગામના આગેવાન દિનેશ દેસાઈએ જણાવ્યું હતું કે પહેલા અમારા ગામમાં આ જુના તળાવ ની પારીઓ તૂટી જતા પાણી ભરાતા અને ઉનાળામાં પાણીની ખૂબ તંગી પડતી જમીનના સ્તરો પણ નીચા ઉતરી જતા. આ અમૃત સરોવર યોજનાઓ દ્વારા અમારા લાછરસ ગામમાં અમૃત સરોવર આ તળાવને નવું બનાવવામાં આવી રહ્યું છે ત્યારે સૌ પ્રથમ પારી મજબૂત કરવામાં આવી જ્યા તેનું બ્યુટીફીકેશન કરવામાં આવશે આ સંપૂર્ણ તળાવ આ ચોમાસામાં ભરાતા પાણી ન જળસ્તર ઊંચું આવશે સાથે પીવા સિંચાઈના પાણીની પણ હવે સમસ્યા નહીં રહે. એટલે આ ગામ સરકારનો ખુબ આભાર માને છે.

અન્ય સમાચારો પણ છે...