મન્ડે પોઝિટિવ:તિલકવાડામાં સિનિયર સિટિઝન્સને હવે કચેરીઓના ધક્કા નહીં ખાવા પડે

રાજપીપળા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયત કર્મચારીઓને વડીલોના ઘરે મોકલશે

નર્મદા જીલ્લાની તિલકવાડા ગ્રામ પંચાયતે એક નવી પહેલ કરી છે. ગામમાં રહેતાં વડીલોને ગ્રામ પંચાયતની કામગીરી માટે કચેરી જવાની જરૂર રહેશે નહિ અને સંલગ્ન કર્મચારી વડીલોના ઘરે જઇ કામગીરી કરી આપશે.

સરકારી કચેરીઓમાં જતાં સિનિયર સિટિજનોની તકલીફ તો ઘણી હોય આ બધી મુશ્કેલીમાં સુધારો કરવા નર્મદા જિલ્લાની તિલકવાડા ગ્રામપંચાયતે એક નવતર અભિગમ અપનાવ્યો છે. સિનિયર સીટીઝનોનો કચેરીને લગતું કોઈપણ કામ હોય ઘર બેઠા પૂરું કરી આપવામાં આવશે. તિલકવાડામાં 1200 જેટલા ઘર અને 3500 ની વસ્તી છે. મોટી ગ્રામપંચાયત છે જયાં એપ્રિલમાં ચૂંટણી યોજાવાની હતી પરંતુ હાલ સરકારે સરપંચની ટર્મ પુરી થતા વહીવટદાર નિયુક્ત કર્યા છે. તિલકવાડાના તલાટી દેવેન્દ્ર જોષી, અને વહીવટદાર બાબુભાઇ રોહિત દ્વારા એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે.

ગ્રામપંચાયતમાં કામ કરતા કર્મચારી અને ગામના યુવાનોને સ્વયંસેવક તરીકે રાખી ઘરે જાય અને ફોર્મ આપી આવે ભરાવી આપે અને ડોક્યુમેન્ટ લઈને દાખલો કાઢી આપે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. એવી જ રીતે મહેસુલ ઉઘરાવવાની હોય કે અન્ય કોઈ તલાટી કે વહીવટદારનું કામ હોય તો તેઓ પણ ગામમાં ફરતા ઘરે ઘરે જઈને કામગીરી કરે અને કોઈ ચાર્જ લેવામાં આવશે નહિ.

ગામના તમામ લોકોને આવરી લેવાનું આયોજન
તિલકવાડામાં કોઈપણ સિનિયર સિટીઝન માટે વોટસએપ અથવા મોબાઇલથી ગ્રામ પંચાયતની ઉપલબ્ધ સેવા પૂરી પાડવાનો ઠરાવ કર્યો છે આ કામગીરી માટે અન્ય કોઇ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહિ.અમે ઘરે જઈને કામ કરીશું એટલે પ્રજાને ધક્કો ખાવાનો વારો આવે નહિ. અત્યારે સિનિયર સિટીઝન માટે આમ કરી રહયાં છીએ. જો આ સફળ થશે તો આખા ગામમાં તેનો અમલ કરીશું. > દેવેન્દ્ર જોષી, તલાટી, તિલકવાડા

અન્ય સમાચારો પણ છે...