રાજકીય વાતાવરણ ગરમાયું:તિલકવાડા કોંગ્રેસમાં ગાબડું, કોંગી આગેવાનો BJPમાં જોડાયા

રાજપીપલા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નર્મદા જિલ્લામાં ભાજપે વિધાનસભા ચૂંટણી પહેલાં ખેલ પાડયો
  • બરકતુલ્લા​​​​​​​ રાઠોડ ભાજપમાં અંગત સ્વાર્થ માટે ગયા છે: જિલ્લા કોંગ્રેસ પ્રમુખ

ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીને લઈએ નર્મદા જિલ્લામાં હાલ રાજકીય વાતાવરણ ગરમાયું છે. હાલ થોડા દિવસો પેહલા જ ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચાના અઘ્યક્ષ હર્ષદ વસાવાને ગરુડેશ્વર ખાતે યોજેલી એક જાહેર સભામાં કોંગ્રેસના 400 કાર્યકરો ભાજપમાં જોડાયા હોવાનો ભાજપે દાવો કર્યો હતો.

હાલ તિલકવાડા ખાતે ભાજપમાં એક જાહેર કાર્યક્રમમાં તિલકવાડા કોંગ્રેસના ઉપપ્રમુખ, તિલકવાડા APMC ડિરેક્ટર અને વરવાડા ગ્રુપ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ બર્કતુલ્લા રાઠોડ સહિત આગેવાનોએ ભાજપ નો ખેસ પહેરી ભાજપ માં જોડાયા અન્ય મુસ્લિમ સહિત કોંગ્રેસના 400 કાર્યકરોએ નર્મદા જિલ્લા ભાજપમાં જોડાયા હોવાનો પુનઃ દાવો ભાજપે કર્યો છે. ત્યારે પક્ષ છોડી જનારા કાર્યકરો અને આગેવાનો પોતાના અંગત સ્વાર્થ ખાતે ગયા હોવાની વાત કરી આ કાર્યકરો વિશે કટાક્ષ કર્યો હતો.

વિધાનસભામાં જિલ્લાની બંને બેઠકો જીતીશું, 400 કાર્યકરો ભાજપમાં જોડાયા
તિલકવાડાના 400 કાર્યકરો ભાજપમાં જોડાયા એ વાત બિલકુલ ખોટી છે. કદાચ આસપાસના એમના સમર્થકો જોડાયા હશે.બરકતુલ્લા રાઠોડ ભાજપમાં પોતાના અંગત સ્વાર્થ માટે ગયા છે,તેમના જવાથી કોંગ્રેસને કોઈ ફેર નહિ પડે.આવનારી વિધાનસભામાં અમે જિલ્લાની બંનેવ બેઠકો જીતીશું.> હરેશ વાળંદ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, નર્મદા.

અન્ય સમાચારો પણ છે...