ભાસ્કર વિશેષ:નર્મદા જિલ્લાના ગામોમાં નીતિ આયોગના સભ્યએ શિક્ષણ અને આરોગ્ય સેવાઓનો ચિતાર મેળવ્યો

રાજપીપળા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલે આશા અને ફિમેલ હેલ્થ વર્કરો સાથે સંવાદ કરીને પ્રોત્સાહન પૂરું પાડ્યું

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નવી દિલ્હીના ઉપક્રમે 5 થી 7 મે દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્તાનગર (કેવડિયા) ટેન્ટસીટી-ર ખાતે 14 મી સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરની બેઠક અંતર્ગત સ્વાસ્થ્ય ચિંતન શિબિર-2022માં ભાગ લેવા આવેલા નીતિ આયોગના સભ્ય ડૉ.વી. કે. પોલે આજે સવારે ગરૂડેશ્વર તાલુકાના સાજરોલી, ભીલવશી ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને નવા વાઘપુરા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી.

નીતિ આયોગના સભ્ય આશા અને ફિમેલ હેલ્થ વર્કરો સાથે પ્રોત્સાહક સંવાદ કરીને આરોગ્યલક્ષી માહિતીની આપ-લે કરીને સિકલસેલ, એનેમિયા, કોવિડ વેક્સીનેશન, રસીકરણ ઉપરાંત ડાયાબિટીસ, ટીબી વગેરેની કામગીરીની જાત માહિતી મેળવી હતી. આ મુલાકાત વેળાએ સભ્ય સાથે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે. પી. પટેલ અને પોરબંદરના જિલ્લા ક્ષય અધિકારી ડો. વી. એસ. ધ્રુવ પણ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...