નર્મદા જિલ્લાની જરૂરિયાતમંદ માસુમ પ્રજા પાસેથી ગેરકાયદે ઉંચું વ્યાજ વસૂલનારા વ્યાજખોરો સામે જિલ્લા પોલીસ તંત્રએ એક ખાસ ઝુંબેશ હાથ ધરી લાલ આંખ કરી છે.ડીએસપી પ્રશાંત સુંબેની અધ્યક્ષતા અને ડીવાયએસપી વાણી દુધાત, સર્કલ પીઆઇ પંડ્યાની હાજરીમાં, ગરુડેશ્વર પોલીસ સ્ટેશન ખાતે વ્યાજખોરોના ચક્રવ્યૂહમાંથી લોકોને બહાર લાવવાના ઉમદા આશય સાથે યોજાયેલા લોક દરબારમાં, ગરૂડેશ્વર તાલુકાના સરપંચો, આગેવાનો, વેપારી મંડળ સહિત સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં એસપીએ લોકોને વિશ્વાસ અપાવ્યો કે, વ્યાજખોરોના આતંકથી ડરવાની જરૂર નથી. વ્યાજખોરોના ત્રાસથી ડરવાની જરૂર નથી.
પ્રજાજનો સ્થાનિક પોલીસ સ્ટેશન સહિત જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીએ આવીને તેમને પણ મળી શકે છે તેમ કહ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, તમે નિર્ભિક રીતે પોલીસને મદદ કરી શકો છો. પ્રજાજનો વિશ્વાસ રાખે, પોલીસ આપની મિત્ર છે. વ્યાજખોરો પર કાર્યવાહી કરવાની જવાબદારી અમારી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.