વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ આરોગ્ય મંત્રીને દાહોદ અને નર્મદા જિલ્લાના આરોગ્યલક્ષી પ્રશ્નો પૂછ્યા હતા. જેનાં આરોગ્ય મંત્રીએ જે જવાબો આપ્યા તેનાથી ચૈતર વસાવાને સંતોષ થયો ન હતો.
ધારાસભ્ય ચૈતર વસવા જણાવ્યું હતું કે, દાહોદ અને નર્મદા બંને આદિવાસી વસ્તી ધરાવતા અતિ પછાત જિલ્લાને સરકારે એસપીરેશનલ ડિસ્ટ્રિકટ જાહેર કર્યા છે. અહીં કુપોષણનો શિકારવાળા, સિકલ સેલ એનીમિયાંથી પીડાતા દર્દીઓ અને ડિલિવરીના કેસો વધુ જોવા મળે છે. ત્યારે અહીં હોસ્પિટલમાં 80% મહેકમ પ્રમાણે તબીબો તથા અન્ય સ્ટાફની જાગ્યા ખાલી છે. ડેડીયાપાડા હોસ્પિટલમાં 13 પૈકી માત્ર એકજ જગ્યા ભરાઈ છે, બાકીની 12 જગ્યા ખાલી છે. ડેડીયાપાડા વિસ્તારના 150 ગામડાઓને 3.5 લાખ વસ્તી ધરાવતા વિસ્તારમાં ગરીબ આદિવાસી દર્દીઓની હાલત દયનિય છે. સિરિયસ દર્દીઓને વડોદરા, ભરુચ, રીફર કરવા પડે છે. સમયસર સારવાર ન મળવાને કારણે દર્દીઓ મોતને ભેટે છે. પૂરતા તબીબો ન હોવાને કારણે દર્દીઓ પરેશાન થાય છે.
વધુમાં ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, આરોગ્ય મંત્રીના જણાવ્યા પ્રમાણે 3 વર્ષમાં 1331 તબીબોની નિમણૂંક સરકારે કરી છે તો અમને તો દેખાતું નથી. અમારા વિસ્તારમાં ડોક્ટરની 12 જગ્યા ખાલી છે ક્યારે ભરાશે? એ ઉપરાંત અમારા વિસ્તારમાં દવાખાનાના પૂરતા સાધનો પણ નથી. ડેડીયાપાડા હોસ્પિટલમાં 1985ની સાલનું જૂનું એક્ષરે મશીન છે. જયારે નથી અહીં સોનાગ્રાફીના ઠેકાણા કે નથી અન્ય સાધનો. અહીંના સબ ડીવીઝન સેન્ટર બે વર્ષથી બનીને તૈયાર છે પણ હજી સુધી તેનું લોકાર્પણ થયું નથી જેવી વાસ્તવિકતા રજૂ કરી હતી. સરકારમાં આરોગ્ય મંત્રીએ ભલે આરોગ્ય લક્ષી આંકડાનું રૂપાળું ચિત્ર રજૂ કર્યું હોય પણ ગામડાઓમાં વાસ્તવિક્તા કંઈક જૂદી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.