• Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • In Rajpipla, VHP Bajrang Dal Leaders Installed Ganesha At The Hands Of Valmiki Samaj With The Aim Of Establishing Social Harmony.

જાતિવાદને દૂર કરવાનો પ્રયાસ:રાજપીપળામાં VHP-બજરંગદળના આગેવાનોએ સામાજિક સમરસતા સ્થાપવાના હેતુથી વાલ્મિકી સમાજના હસ્તે ગણેશ સ્થાપન કરાવ્યું

નર્મદા (રાજપીપળા)25 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજના આધુનિક યુગમાં પણ દેશમાં જાતિવાદનું દુષણ હજુ જોવા મળે છે. જે મામલે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી એક સુંદર પ્રયાસ રાજપીપળાના ગણેશ મંડપના આયોજકો દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં વાલ્મિકી સમાજના આગેવાનોના હસ્તે આયોજકોએ ગણપતિદાદાનું સ્થાપન કરાવી જાતિવાદને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને તમામ સમાજોએ બિરદાવ્યો હતો.

ગણેશ મંડપના આયોજકો દ્વારા જાતિવાદને દૂર કરવાનો પ્રયાસ કરાયો
નર્મદા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ (શિવસેના યુવક મંડળ) દ્વારા પાછલા ઘણા વર્ષોથી પ્રોફેસર કોલોની આદિવાસી વાડી પાસે શ્રીજીની પાર્થેશ્વર પૂજા અર્ચના કરવામાં આવે છે. આ વર્ષે પણ ભગવાન શ્રી રામના અવતારમાં ગણપતિ સ્થાપવામાં આવેલા છે. જેમાં સામાજિક સમરસતા સ્થાપવાના હેતુસર વિશ્વહિન્દુ પરિષદ અને બજરંગદળના આગેવાનો દ્વારા​​​​​​​ વાલ્મિકી સમાજના અગ્રણીઓના હસ્તે આ ગણેશજીની સ્થાપના કરાવવામાં આવી હતી અને તમામને એકજૂટ થઈને રહેવાનો સંદેશો આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...