પુષ્પા સ્ટાઇલે ચોરી:રાજપીપળામાં પિકઅપમાં ચોરખાનું બનાવી દારૂની ખેપ મારનાર ઝબ્બે

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુષ્પા સ્ટાઇલ ચોરખાનું બનાવી તેમાં દારૂની બોટલો સંતાડી હતી

નર્મદા જિલ્લો ગુજરાત રાજ્યની બોર્ડર પર આવેલો જિલ્લો હોય મહારાષ્ટ્ર માંથી ગુજરાતમાં દારૂ ગુસાડવાની કોશિશ ના કરે એ અન્ય દમણ સેલવસા જેવા પ્રદેશમાંથી પણ નર્મદા જિલ્લામાં દારૂ ના લાવી શકે એ માટે પોલીસ અધિક્ષક નર્મદા પ્રશાંત સુંબેએ જીલ્લામાંથી દારૂના દુષણને ડામવા તેમજ અસરકારક કામગીરી કરવા માટેની કડક નિર્દેશો અને સુચનાનાં પગલે એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નર્મદાને મળેલ સુચના મુજબ એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી. નર્મદાનાઓને બાતમી મળેલ કે એક રાખોડી કલરની મહીન્દ્રા કંપનીની બોલેરો પિકઅપ ફોર વ્હીલ ગાડી માં ચોર ખાનામાં ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ સંતાડી સેલવાસથી રાજપીપલાના હરેશ કાણીયો ધર્મશંકર ભટ્ટ નાઓએ ઇગ્લીશ દારૂ મંગાવેલ છે.

જે બાતમી હકિકત આધારે એલ.સી.બી. સ્ટાફના બી.જી.વસાવા, પો.સ.ઇ. એલ.સી.બી. તથા અ.હે.કો. વિજયભાઇ, યોગેશભાઇ, દુર્વેશભાઇ તથા કૃષ્ણલાલનાઓએ રાજપીપલા ટાઉન વિસ્તારની હરસિધ્ધી માતાજીના મંદિર પાસે નાકાબંધીમાં હતા.

આ દરમ્યાન બાતમીવાળી બોલેરો પીકઅપ આવતા તેને રોકવાનો ઇશારો કરતા રોકેલ નહી અને ભાગવા લાગેલ દરમ્યાન બોલેરો પીકઅપનો પીછો કરી સંતોષ ચાર રસ્તા પાસે ઝડપી પાડી બોલેરો પીકઅપ ચાલક ધોલારામ ભગીરથરામ બિસનોઇ રહે.રતનપુરા ગામ તા.ચિત્તલવાના જી.જાલોર ની પુછપરછ કરતાં તેમજ બોલેરો પીકઅપની ઝડતી તપાસ કરતાં ચોર ખાનુ મળી આવ્યું હતું.

ચોર ખાનામાં ઇગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી બોટલ મળી કુલ-196 રૂ. 50 હજાર, મોબાઇલ, રોકડ રકમ તથા બોલેરો પીકઅપ મળી રૂ. 3,56,400 ના મુદ્દામાલ સાથે બોલેરો પીકઅપ ચાલકને ઝડપી તથા પ્રોહી મુદ્દામાલ મંગાવનાર હરેશ કાણીયો ધર્મશંકર ભટ્ટ રહે.રાજપીપલા તથા મોકલનાર હનુમાનરામ અર્જુનરામ નઇ રહે.બાંડ તા.ગુડમાલાણી જી બાડમેરનાને ગુનાના કામે વોન્ટેડ જાહેર કરી આમલેથા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.

અન્ય સમાચારો પણ છે...