મતદાન જાગૃતિ કાર્યક્રમ:નર્મદામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ 'VOTE FOR NARMADA'ની માનવ સાંકળ બનાવી; મતદારોને મહત્તમ મતદાનનો સંદેશો આપ્યો

નર્મદા (રાજપીપળા)14 દિવસ પહેલા
  • કૉપી લિંક

નર્મદા નૂતન જ્યોતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને શાળા પરિવારે “VOTE FOR NARMADA”ની માનવ સાંકળ બનાવી મતદારોને મહત્તમ મતદાનનો સંદેશો આપ્યો હતો. અને દરેક લોકો વોટીંગ કરવા જાય તેવી માનવ સાંકળ દ્વારા અપિલ કરી હતી.

સ્વિપ મતદાર જાગૃત્તિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે
નર્મદા જિલ્લામાં આગામી તા.01લી ડીસેમ્બર, 2022ના રોજ યોજાનારી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ 2022 અન્વયે જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને રાહબરી હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વિપ મતદાર જાગૃત્તિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે.

“VOTE FOR NARMADA”ની એક માનવ સાંકળ બનાવી

જે અંતર્ગત નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આમલેથા ગામની નૂતન જ્યોતિ વિદ્યાલય ખાતે શાળાના આચાર્ય કિશોરસિંહ ખેર તથા શાળાના પરિવાર દ્વારા “VOTE FOR NARMADA”ની માનવ સાંકળ બનાવી મતદારોમાં જાગૃત્તિ કેળવવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લામાં મહત્તમ મતદાન થાય એ ઉદેશ્યથી મતદાન જાગૃત્તિ માટે વિદ્યાર્થીઓએ “VOTE FOR NARMADA”ની એક માનવ સાંકળ બનાવી પ્રેરણા આપી હતી. મતદાન જાગૃત્તિના આ કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...