• Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • In Narmada, RBSK Team Provided Free Cochlear Implant Operation To A Girl Child; Health Facilities Were Provided By Providing Ear Related Treatment

સરકારની યોજનાથી બાળકી સાંભળતી થઈ:નર્મદામાં RBSKની ટીમે બાળકીને કોકલીયર ઇમ્પ્લાન્ટનું ઓપરેશન વિના મુલ્યે કરાવ્યું; કાનને લગતી સારવાર આપી આરોગ્ય સુવિધા પહોંચાડી

નર્મદા (રાજપીપળા)2 મહિનો પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વંઢ ગામેં આંગણવાડી કેન્દ્રમાં ચકાસણી દરમિયાન એક બાળકી બોલી કે સાંભળી શકતી નહોતી. જેની જાણ તિલકવાડા રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK)ની ટીમને થતા બાળકીને વડોદરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવી અંદાજિત 10 લાખથી વધુના ખર્ચે થતા ઓપરેશન વિના મુલ્યે કરાવી આપી બાળકીને આરોગ્ય સુવિધા પૂરી પાડી છે.

સરકાર તરફથી RBSK યોજના અમલમાં મુકવામાં આવી
મળતી માહિતી અનુસાર, હાલમાં સરકાર તરફથી લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જે અંતર્ગત આરોગ્ય વિભાગમાં RBSK યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના અંતર્ગત RBSKની ટીમ વિવિધ વિસ્તારોમાં પહોંચી શાળાઓમાં તથા આંગણવાડી કેન્દ્રમાં જઈને બાળકોના આરોગ્યની ચકાસણી કરી સ્વાસ્થ્યની સંભાળ રાખવામાં આવે છે.

વિના મૂલ્યે બાળકને કાનને લગતી સારવાર આપી
જેમાં તિલકવાડા આરોગ્ય વિભાગમાં RBSKના ડૉક્ટર ઉપેન્દ્ર તડવી, ડૉક્ટર જઇમિશા બારીયા તેમજ RBSKની ટીમ દ્વારા રોજે રોજ તાલુકાના વિવિધ વિસ્તારોમાં પહોંચીને સ્કૂલોમાં તથા આંગણવાડી કેન્દ્રમાં બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવે છે. જે દરમિયાન RBSKની ટીમ તિલકવાડાના વંઢ ગામે આંગણવાડી કેન્દ્રમાં ચકાસણી કરતા હોય જે દરમિયાન જિનલ બારીયા નામની એક બાળકી બોલી શકતી ન હોય અને બાળકીની ચકાસણી કરતાં જાણવા મળ્યું કે એ બાળકી સાંભળી પણ શકતી નથી જેથી તિલકવાડા RBSKની ટીમ બાળકીને વડોદરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવી ત્યાં બાળકીને કોકલીયર ઇમ્પ્લાન્ટનું ઓપરેશન જે અંદાજીત 10 લાખથી વધુ ખર્ચે કરવામાં આવે છે. આ ઓપરેશન વિના મૂલ્યે કરાવી બાળકીને કાનને લગતી સારવાર આપી આરોગ્ય સુવિધા પહોંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...