નર્મદા જિલ્લાના સાગબરા તાલુકા પોલીસ દ્વારા દારૂના દૂષણને ડામવા રોજે રોજ છાપા મારીને વાહન તપાસની અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસ મહા નિરીક્ષક વડોદરા વિભાગ તથા અધિક્ષક નર્મદાએ આંતરરાજ્ય ચેકપોસ્ટ ઉપર સધન વાહન ચેકીંગ કરી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા અને પરીણામલક્ષી કામગીરી કરવા બાબતે અને પ્રોહીની હેરાફેરી અટકાવવા આપેલી સુચનાઓ અનુસંધાને પોલીસ અધિક્ષક રાજપીપળા ડીવિઝન રાજપીપલા તથા સર્કલ પોલીસ ઇન્સપેકટર ડેડીયાપાડાના માર્ગદર્શન હેઠળ આજરોજ વહેલી સવારના પ્રોહીબીશન અંગેની પેટ્રોલીંગ તેમજ નાકાબંદી કરવા આપેલી સુચના સબ ઇન્સ્પેકટર સાગબારા પોલીસ સ્ટેશનને ચોકકસ બાતમી હકિકત મળેલી તે આધારે ચિંકાલી સેલંબા રોડ પર આવેલી કુઇદા ગામના નાળા પાસે ઝડપી પાડ્યા છે.
પોલીસ નાકાબંદી કરી બાતમીના આધારે હકીક્તવાળી લાલ રંગની સ્કોડા ફોર વ્હીલ ગાડી નંબર GJ 05 CU5262ની ડીકીમાંથી ત્રણ પ્લાસ્ટીકના કોથળામાંથી જુદા જુદા બ્રાંડના ભારતીય બનાવટના ઇંગ્લીસ દારૂના 180 મી.લી.વાળા ક્વાર્ટરીયા તથા ટીન બીયરમળી કુલ નંગ- 497 કુલ કિંમત રૂપીયા 49 હજાર 700 નો પ્રોહી મુદ્દામાલ તથા આરોપીઓના આધારા કાર્ડ, આર.સી.બુક તથા ડ્રાઇવીંગ લાયસન્સ તથા મોબાઇલ ફોન નંગ 2 કિંમત રૂપીયા 2 હજાર 500 તથા રોકડા રૂપીયા 1 હજાર તથા સ્કોડાની કિંમત રૂપીયા 2 લાખ મળી કુલ કિંમત રૂપીયા 2 લાખ 53 હજાર 200 ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી પાડ્યો હતો.
તેમજ પ્રોહી મુદ્દામાલ ભરાવનાર તેમજ મંગાવનાર ઇસમો વિરૂદ્ધ ગુનો રજીસ્ટર કરી ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવેલો છે. સાગબારા પોલીસ ગેરકાયદેસર રીતે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રોહીની હેરાફેરીની પ્રવૃતિ અટકાવવા સતત પ્રયત્નશીલ છે.
પકડાયેલા આરોપીના નામ
(1) સંદિપકુમારચંદ્રભવન નિશાર ઉંમર વર્ષ 26 રહે.હાલ સુરત, વરાછા લક્ષ્યન નગર ઝુપડ પટ્ટી, સુરત શહેર. મુળ રહે.છતૌનાકલા ગામ,પોસ્ટ.બૈતીકલાતા.લહુવા, જી. સુલતાનપુર ( ઉત્તરપ્રદેશ)
(2) આષિશ બીજેન્દ્ર બહાદુર બીંદ . ઉંબર વર્ષ 22, રહે.હાલ સુરતવરાછા લક્ષ્યન નગર ઝુંપડ પટ્ટી, સુરત શહેર. મુળ રહે.ઇનામીપુર, પોસ્ટ,તેજી બજાર બદલાપુર, તા.બદલાપુર, જી.જોનપુર ( ઉત્તરપ્રદેશ)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.