ભારત સરકારની એક એવી યોજના કે દેશના નાગરિકોને 10 લાખ રૂપિયા સુધીની આરોગ્ય સેવા આપે છે. આરોગ્યલક્ષી મોટા ખર્ચમાં રાહત આપે છે. પરંતુ નર્મદા જિલ્લામાં 6 લાખની વસતતિના પ્રમાણમાં 3 લાખથી વધુ પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ ધારકો છે. આરોગ્ય વિભાગે જરૂરિયાત મંદોને આયુષ્માન કાર્ડ આપ્યું છે ત્યારે આ કાર્ડ નર્મદા જિલ્લાની એક પણ ખાનગી હોસ્પિટલમાં ચાલતું નથી. હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડથી ગરીબ લોકો ઓપરેશન કરાવી શકે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી આ કામગીરી અટકી છે. એટલે કે કોઈપણ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ ચાલતું નથી. નાના મોટા ઓપરેશન કરાવવા માટે વડોદરા, અંકલેશ્વર કે ભરૂચ, સુરતના ધક્કા ખાવા પડે છે. જેમાં તેમની સાથે જનાર વ્યક્તિનો ખર્ચ પણ જે તે પરિવારે ઉઠાવવો પડે છે માટ લોકો સારવાર લેવા બહાર જતા નથી.
નાના મોટા ઈલાજ અને ઓપરેશનો માટે કાર્ડ હોવા છતાં ખાનગી હોસ્પિટલમાં ખર્ચ ઉઠાવવો પડે છે અથવા વડોદરા ભરૂચ સુધી લાંબુ થવું પડે છે.નર્મદામાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો અભાવ છે. 3 જેટલી મેટરનિટી, ઓર્થોપેડિક હોસ્પિટલની માન્યતા માટે રાજ્ય કક્ષાએ ફાઈલ ગઈ છે. વર્ષો પહેલા રાજ્ય સરકાર દ્વારા સ્કીમ ચલાવવામાં આવી જેમાં મુખ્યમંત્રી માં અમૃતમ કાર્ડથી યોજાના ચાલતી હતી. જે તમામ દવાખાનાઓમાં ચાલતી હતી અને નાનામાં નાના રોગોનું નિદાન લોકો કરાવતા હતા. ત્યાર બાદ પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડની નવી અપડેટ યોજનામાં 10 લાખ સુધીની સહાય આપવામાં આવે છે. ત્યારે નર્મદા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા શક્ય એટલી હોસ્પિટલોને મંજૂરી આપવામાં આવે એવી માગ ઉઠી છે.
નર્મદામાં 65 ટકા જેટલી PMJY કાર્ડની કામગીરી થઈ ગઈ છે. પરંતુ ખાનગી હોસ્પિટલો એવી સુવિધા નથી. વિજય પ્રસુતિ ગૃહની રિવાઇઝ અરજી રાજ્ય સરકારમાં મોકલવમાં આવી છે. આ સાથે પ્રસુતિ ગૃહ ઓર્થોપેડિક હોસ્પિટલોની મંજૂરી પેન્ડિંગમાં છે. બાકી જે લોકો પાસે કાર્ડ છે તેઓ નજીકના શહેરોમાં જઈને લાભ લઇ રહ્યા છે. આ કાર્ડના માધ્યમથી સારવાર કરાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.