નર્મદાના ગરુડેશ્વર,તિલકવાડા,સાગબારા તાલુકામાંથી સગીરાઓની અપહરણની માર્ચ મહિનામાં પાંચ ઘટના બની
નર્મદા જિલ્લામાં એક બાદ એક સગીર બાળકીઓના અપહરણની ઘટના સામે આવી રહી છે. ત્યારે હાલમાં વધુ એક ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે, માર્ચ મહિનામાં જ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર, તિલકવાડા, સાગબારા તાલુકાના ગામોમાંથી એક બાદ એક સગીર દીકરીઓને લગ્નની લાલચે ભગાડી જવાના કિસ્સા સામે આવ્યા હોય માર્ચના એક જ મહિનામાં આવી પાંચ જેટલી ઘટના બનતા આ બાબત ગંભીર કહી શકાય.
હાલમાં તિલકવાડા તાલુકામાંથી વધુ એક સગીરાનું અપહરણ થયાની ઘટના પોલીસ મથકે નોંધાઇ છે. જેમાં મળતી માહિતી મુજબ તિલકવાડા તાલુકાના એક ગામમાં સગીર વયની દીકરીને કોઇ અજાણ્યો ઇસમ કોઇ કારણસર લલચાવી, ફોસલાવી લઈ જઈ અપહરણ કરી જતાં તેના પિતાએ તિલકવાડા પોલીસ મથકે ફરિયાદ આપી છે.
ગોરાકોલોની ચાણક્ય હોસ્ટેલમાં 11 વર્ષીય બાળકનું સીકલસેલની બીમારથી મોત
નર્મદા જિલ્લામાં સીકલસેલના ઘણા કેસો જોવા મળી રહ્યં છે. એ માટે આરોગ્ય વિભાગ જરૂરી પગલાં લે છે છતાં અમુક વિસ્તારમાં લોકો જરૂરી સારવાર નહિ કરાવતા હોવાથી ક્યારેક મોતને ભેટે છે. ત્યારે હાલમાં એક બાળકનું સીકલસેલની બીમારીમાં મોત થયાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર એકલવ્ય સ્કૂલના કર્મચારી હેમેન્દ્રકુમાર ગંભીરભાઇ તડવીએ પોલીસને જાણ કર્યા મુજબ કીર્તીરાજ દીપસીંગભાઇ વસાવા ઉવ.11 (રહે ગોરાકોલોની એકવ્ય સ્કુલ તા.ગરૂડેશ્વર જી.નર્મદા મુળ રહે જુના મોઝદા તા.ડેડીયાપાડા જી.નર્મદા) ગોરા કોલોની એકલવ્ય સ્કુલમાં ચાણક્ય હોસ્ટેલના રૂમમા જુની સીકલસેલની બીમારીની દવા ચાલુ હોવાથી જેથી સીકલસેલની બીમારીના કારણે તેનું હોસ્ટેલની પથારીમાં મોત થયું હતુ.
જોકે નર્મદા જિલ્લામાં ઘણા દર્દીઓ સીકલસેલનો શિકાર બન્યા છે અને હજુ તેમાં ઉમેરો થતો જ જાય છે. આરોગ્ય વિભાગ આ માટે જરૂરી સારવાર અને જાગૃતિ લાવવા ઘણા પ્રયત્નો કરે છે છતાં અંતરિયાળ ગામોની પ્રજામાં આવડતનો અભાવ ગણો કે ઓછી સમજ હોવાનાં કારણે આ રોગ અટકવાનું નામ લેતો નથી. માટે આવા કિસ્સામાં આરોગ્ય લાચાર હોય તેમ જણાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.