યુવા ધારાસભ્ય ડીજેના તાલે ઝુમી ઊઠ્યા:ડેડિયાપાડામાં ચૈતર વસાવા વરરાજાને ખભાપર બેસાડી નાચી ઊઠ્યા; આવું જોઈ લોકો આશ્ચર્યચકિત થયા

નર્મદા (રાજપીપળા)25 દિવસ પહેલા

નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના કોમદવાવ ગામે 9મી જાન્યુઆરીના રોજ આદિવાસી પરિવારમાં એક લગ્ન પ્રસંગમાં ડેડિયાપાડાના યુવા ધારાસભ્ય અને AAP ગુજરાતના દક્ષિણ ઝોન પ્રમુખ ચૈતર વસાવાએ લગ્ન પ્રસંગે હાજરી આપી હતી. આદિવાસીઓના યુવા લોકલાડીલા નેતા અને યુવાનોના પ્રિય એવા ધારાસભ્ય ચૈતર વસાવા આજે લગ્ન પ્રસંગમાં યુવાઓ મધ્યે ડાન્સ કરવા પહોંચી જતા યુવાઓના ઉત્સાહમાં વધારો આવી ગયો હતો.

એક ધારાસભ્ય અને આદિવાસી સમાજના યુવા નેતાના ખભા પર વરરાજાને બેસાડીને ડાન્સ કરતા પ્રથમ વખત જોતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જોકે ધારાસભ્યની તેમની આ ખૂબીથી લોકોના ચહિતા બની રહ્યા છે. વરરાજાને પોતાના ખભા પર બેસાડીને નાચતા ધારાસભ્ય સાથે પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તમામ પરિવાર નાચગાન કરવા લાગી ગયો હતો. આદિવાસીઓના યુવા નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવા હાલ ખૂબ લોકપ્રિય બની રહ્યા છે. એક જનનાયક તરીકે ઊભરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...