• Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • In Barkhadi Village Of Narmada, Even Today Women Pull Plows Instead Of Oxen In Agricultural Sowing; Even Today, The Situation In The Hinterland Is Dire

ખેડૂતની દયનિય પરિસ્થિતિ:નર્મદાના બારખાડી ગામે ખેતીની વાવણીમાં આજે પણ બળદની જગ્યાએ મહિલાએ હળ ખેંચી વાવણી કરી; અંતરિયાળ વિસ્તારોમાં આજે પણ સ્થિતિ કફોળી

નર્મદા (રાજપીપળા)12 દિવસ પહેલા

નર્મદા જિલ્લો અંતરિયાળ અને આદિવાસી જીલ્લો છે. જેમાં 43 ટકા જંગલ વસતિ ધરાવતો જિલ્લો હોવાથી જંગલ વિસ્તારમાં પણ લોકો રહે છે અને જંગલ જમીનો ખેડી પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે આજના ટેકનોલોજી અને ઝડપી યુગમાં પણ અંતરિયાળ ગામોમાં પાયાની સુવધાઓનો અભાવ જોવા મળે છે. સાથે ખેતી કરતા ખેડૂતો પાસે બળદ કે ટ્રેક્ટરની સુવિધાના હોય બળદની જગ્યાએ પુરુષ કે મહિલા હળ ખેંચીને પોતાના ખેતરમાં વાવણી કરે છે.આ નર્મદા જિલ્લાની વરવી વાસ્તવિકતા અમે તમને બતાવી રહ્યા છે.

અંતરિયાળ ગામોની પરિસ્થિતિ અંત્યત ખરાબ
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના બારખાડી ગામે એક આદિવાસી પરિવાર કે જેમની પાસે બળદના હોવાથી પોતાના ખેતરમાં બળદની જગ્યાએ મહિલા હળ ખેંચી રહી છે. અને વાવણી કરી રહ્યા છે. લોકો કેવી પરિસ્થિતિમાં કામગીરી કરી રહ્યા છે. અને કેવી મજબૂરી છે, એ જોવા મળી રહ્યું છે કે માનવોએ પશુઓના કામ કરવા પડે છે. ત્યારે આદિવાસીઓના સર્વાંગી વિકાસની સરકારની વાતો હોય પોકળ સાબિત થઈ રહ્યા છે. બીજી બાજુ આદિવાસીઓના વિકાસના કામો માટે ફાળવાયેલ 1 લાખ કરોડના બજેટ કેવા લાભો આપે છે. કેમ છેવાડાના માનવી સુધી આ યોજના ના લાભો નથી પહોંચી શકતા કેમ આ અંતરિયાળ ગામોમાં વસતા લોકોનું જીવન ધોરણ કેમ ઊંચું નથી આવતું. જિલ્લાને એસપીરેશનલ ડિસ્ટ્રિક્ટ પણ જાહેર કરેલ હોવા છતાં અંતરિયાળ ગામોમાં ખૂબ ખરાબ પરિસ્થિતિ છે.

અન્ય સમાચારો પણ છે...