પાલિકા હરકતમાં:રાજપીપળામાં ગટર પર બનાવેલા ગેરકાયદે ઓટલા પાલિકાએ તોડ્યા

રાજપીપળા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજપીપળામાં ગટર પર બનાવેલા ગેરકાયદે ઓટલા પાલિકાએ તોડ્યા. - Divya Bhaskar
રાજપીપળામાં ગટર પર બનાવેલા ગેરકાયદે ઓટલા પાલિકાએ તોડ્યા.
  • દુકાનદારોએ આડેધડ પગથિયાં અને લોખંડની જાળી લગાવતા સફાઈમાં અડચણ થતી હતી

રાજપીપલા નગરમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે. રાજપીપલા મુખ્ય બજાર માં દુકાનદારો દ્વારા આડેધડ પગથિયે અને જાળીઓ બનાવી દેવાઈ જેનાથી પાર્કિંગ માં મુશ્કેલી ઉભી થાય ગટેરો ની સાફ સફાઈ પણ બરોબર થતી ના હોય ત્યારે રાજપીપલા નગરપાલિકા વિસ્તારમાં ગટરોની યોગ્ય સાફસફાઈ થતી ન હોવાની લોકોમાં બૂમો ઉઠી રહી છે.

ગટરની યોગ્ય સાફસફાઈ કેમ થતી નથી એ મામલે રાજપીપલા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ દ્વારા પાલિકાની વિવિધ ટીમો બનાવી સર્વે હાથ ધરવામાં આવ્યું હતું.સર્વેમાં એ તારણ નીકળ્યું કે ગટરો પર દુકાનદારોએ બનાવેલા ગેરકાયદેસર ઓટલાને લીધે સફાઈ કામદાર યોગ્ય સફાઈ કરી શકતો નથી.બાદ રાજપીપલા પાલિકા પ્રમુખ દ્વારા શહેરની તમામ આવા ગેરકાયદેસર ઓટલાઓ તોડી પાડવા ટીમને સૂચના આપવામાં આવી હતી.

આ દબાણો તૂટતાં વાહનો પણ ગટરોને અડીને પાર્ક કરે તો મુખ્ય રોડ ખુલ્લો બને એ માટે પાલિકા એ એક્શન માં આવી કામગીરી હાથ ધરી.રાજપીપલા પાલિકા ટીમ દ્વારા પ્રમુખની સૂચનાનો અમલ કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે, પાલિકા ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ગટરો પર બનાવેલા ગેરકાયદેસર ઓટલાઓ તોડવાની કામગીરીનો આરંભ કરી દેવામા આવ્યો છે.

​​​​​​​પાલિકા પ્રમુખ કુલદીસિંહ ગોહિલે જણાવ્યું હતું કે રાજપીપલા નગરમાં ટ્રાફિક ની સમસ્યાને લઈને અને ગટરની યોગ્ય સાફસફાઈ ન થાય તો રોગચાળો ફેલાય, ગટરોની યોગ્ય રીતે સાફસફાઈ કરવામાં અગવડ પડતી હોવાથી આ નિર્ણય લેવાયો છે. આગામી 3 દિવસોમાં દુકાનદારો ગેરકાયદેસર ઓટલા જાતે નહી તોડે અને ઝૂલતા પાટિયા નહિ મૂકે તો કોઈ પણ જાતની નોટિસ કે જાણ કર્યા વિના પાલિકા દ્વારા એને તોડી પાડવામાં આવશે.જો પાલિકા તોડશે તો એ દુકાનદાર પાસેથી ઓટલા તોડવાના નાણાં પણ વસૂલવામાં આવશે. જેથી ગેરકાયદેસર બનાવેલા ઓટલા તોડવા દુકાનદાર ને અપીલ કરું છું. જે સફાઈ ને ટ્રાફિક ની સમસ્યાઓ હલ કરવા જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...