સરકારની નીતિ સામે રોષ:સરકારે માગણીઓ સંતોષી, તો સરકારી શિક્ષકોને બાકાત રાખ્યા

રાજપીપળા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉચ્ચતર પગારના લાભો આપી તમામને સમાંતર રાખવા માંગણી

ગુજરાત રાજ્યના શિક્ષકોની કેટલીક વ્યાજબી માંગણીઓને લઈને સરકાર વિરુદ્ધ આંદોલનો કર્યા, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, રાજ્ય શૈક્ષણિક સંઘ સહિત જિલ્લા શૈક્ષણિક સંઘો એ આંદોલનો કર્યા. ત્યારે હાલ સરકાર ઝૂકી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોને તેમની માંગો પ્રમાણે આપવાની જાહેરાત કરી જેનાથી રાજ્યના શિક્ષકો માં આનંદ ની લાગણીઓ છવાઈ જે સારી બાબત છે.

આ ખુશી વચ્ચે સરકારી સ્કૂલોના શિક્ષકોમાં નારાજગી જોવાં મળી હતી. કેમકે ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકો સરકારનો વિરોધ કરી શકે પણ.પોતાના હક્કો માટે સરકારના પોતાનાજ શિક્ષકો વિરોધના કરી શક્યા એટલે સરકારે સરકારી શાળાઓના શિક્ષકોને લાભોથી વંછીત રાખવામાં આવ્યા સરકારે ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકો ને જે લાભ આપે એવો લાભ સરકારી સ્કૂલના શિક્ષકોને આપે તેવી નર્મદા.જિલ્લાના શિક્ષકો મા માંગ ઉઠી છે.

નર્મદા જિલ્લા સહિત રાજ્યના સરકારી સ્કૂલોના શિક્ષકો હાલ સરકાર ની નીતિ અંગે રોશ વ્યક્ત કરી રહ્યા છે..કેમકે સરકાર જાણે છે કે સરકારી સ્કૂલોના શિક્ષકો કેટલા લાભો આપ્યા છે. જો ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણ ના લાભો આપતા હોય તો સરકારી સ્કૂલોના શિક્ષકોને પણ આપવાની ફરજમાં આવે છે. તો કેમ જાહેરાત કરી નથી જો સરકાર સરકારી સ્કૂલોના શિક્ષકોને લાભોથી વંછીત રાખશે સરકારી સ્કૂલોના શિક્ષકો પણ આંદોલન પર જાવા ની તૈયારીઓ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...