માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ યોજાશે:રાજપીપળામાં હરસિધ્ધિ મંદિરે મહોત્સવની ભવ્ય ઉજવણી થશે; નવચંડી યજ્ઞ, અન્નકોટ દર્શન રાસ ગરબા પણ યોજાશે

નર્મદા (રાજપીપળા)22 દિવસ પહેલા
  • કૉપી લિંક

નાંદોદ ગઢ રાજપીપળાની કુળદેવી ગણાતી જગતજનની મા હરસિધ્ધિ માતાજીનું પ્રાગટ્ય ફાગણ સુદ ત્રીજને દિવસે થયું હતું. હર્ષદ પોરબંદરના કોયલાડુંગર પર માતાજીનું પ્રાગટ્ય થયું હતું. ત્યારે નાંદોદ મહારાજા વિક્રમાદિત્ય સાથે મા હરસિધ્ધિ કોયલા ડુંગરથી ઉજ્જેન પધાર્યા હતા. મહારાજા માતાજીની પૂજા આરાધના અંગુષ્ઠાન કરવા ઉજ્જેન જતા હતા. બાદમાં રાજપીપળા મહારાજા વેરીસાલજી સાથે માતાજી ઉજ્જેનથી રાજપીપળા આવ્યા હતા. આસોસુદ 8ને મંગળવારના રોજ નવરાત્રીના દિને માતાજી રાજપીપળા પધાર્યા હતા.

આગામી ફાગણ વદ 10 માર્ચ 23ને શુક્રવારના રોજ હરસિધ્ધિ માતાજી મંદિર ટ્રસ્ટના આયોજન દ્વારા માતાજીનો પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી ભવ્ય રીતે ઉજવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે વહેલી સવારે 8 કલાકે નવચંડી યજ્ઞનો પ્રારંભ થશે. સાંજે 5:30 કલાકે શ્રીફળ હોમવામાં આવશે અને રાત્રે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટશે અને યજ્ઞનો લાભ લેશે.

અન્ય સમાચારો પણ છે...