આક્રોશ:જુના ગુવાર ગામે વીજ વાયર તૂટી પડતાં દાદી-પૌત્રીનું મોત

રાજપીપલા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીજ કંપનીની બેદરકારી સામે જન આક્રોશ

નાંદોદના જૂના ગુવાર ગામમાં થાંભલા પરથી જીવતો વીજ વાયર તૂટીને એક ઝૂપડાની બહાર પડ્યો હતો.દરમિયાન ઝૂપડા માંથી 9 વર્ષની માનસી અશોકભાઈ તડવીએ વીજ વાયરને અજાણ્યા પકડી લેતા કરંટ લાગવાથી એનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતું, પોતાની પૌત્રીને બચાવવા માટે એની 55 ની દાદી હીરાબેન ગુળજીભાઈ તડવી આવી તો એમનું પણ કરંટ લાગવાથી ઘટનાસ્થળ પર મૃત્યુ થતા પરિવારમાં શોકની લાગણી જન્મી હતી.આ ઘટનાની જાણ થતાં ગ્રામજનો ત્યાં દોડી આવ્યા હતા અને વીજ કંપનીની પ્રી મોન્સૂન કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો.

​​​​​​​ગ્રામજનોનું કહેવું છે કે ત્યાં ઝાડની ડાળીઓ વચ્ચે વિજ વાયર ફસાયો હતો, વારંવાર સ્પાર્ક થવાને લીધે એ તૂટીને નીચે પડ્યો હતો.તો વીજ કંપનીના અધિકારી દ્વારા જણાવાયું હતું કે ભારે વરસાદ અને પવનને લીધે ઝાડની ડાળી નીચે તૂટતાં વીજ વાયર તૂટીને નીચે પડ્યો હતો અને આ ઘટના બની હતી.હાલ તો પોલીસ ફરિયાદ બાદ દાદી અને પૌત્રીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...