આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ-2023:સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે આવતીકાલે ભવ્ય ઉજવણી; દેશ-વિદેશના પતંગબાજો જમાવશે આકર્ષણ

નર્મદા (રાજપીપળા)25 દિવસ પહેલા
  • કૉપી લિંક

જિલ્લા વહિવટીતંત્ર દ્વારા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2023ની ઉજવણી વિશ્વની સૌથી ઉંચી સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં ગુજરાત પ્રવાસન નિગમ-ગાંધીનગરના સહયોગથી કરમાં આવનાર છે. આ પતંગોઉત્સવમાં દેશ-વિદેશથી આવતીકાલે પતંગબાજો એકતાનગર ખાતે પહોંચી અનેરું આકર્ષણ જમાવશે.

વર્ષ-2023માં જી-20નું ભારત દેશ પ્રતિનિધિત્વ કરી રહ્યું છે. ત્યારે આ વખતે જી-20ની થીમ સાથે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2023માં વિવિધ 16થી વધુ દેશોમાંથી આવેલા પતંગબાજો તેમજ દેશ અને રાજ્યના મળી કુલ-86 કરતા પણ વધુ પતંગબાજો આ ઉત્સવના માધ્યમથી પોતાના દેશ અને પ્રાંતની પ્રચલિત પતંગ સંસ્કૃતિની ઝાંખીના દર્શન કરાવશે. ભારત દેશ પ્રથમ વાર જી-૨૦ની યજમાની કરી રહ્યું છે, ત્યારે આ મહોત્સવ થકી વિશ્વને એકતાનો સંદેશો પાઠવવા સક્ષમ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગરના વ્યુ પોઇન્ટ-1 ખાતે યોજાનારો વિશ્વકક્ષાનો આ પતંગમહોત્સવ નર્મદા જિલ્લા માટે ગૌરવની ક્ષણ સમાન છે.

અન્ય સમાચારો પણ છે...