'પ્રકૃતિના શરણે પરિસંવાદ':નર્મદાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા રાજ્યપાલનો અનુરોધ; કૃષિ પેદાશોના સ્ટોલની મુલાકાત લઇ નિરિક્ષણ કર્યું

નર્મદા (રાજપીપળા)24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નર્મદા જિલ્લાના ખેડૂતોને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વ્યાપક પ્રમાણમાં અપનાવીને પ્રકૃતિ-પર્યાવરણ અને જમીનના સંરક્ષણમાં યોગદાન આપવા ખાસ અનુરોધ કર્યો છે. પર્યાવરણની સમતુલા ખોરવવામાં અને જમીનને સત્વહિન બનાવવામાં સૌથી મોટી ભૂમિકા રાસાયણિક ખાતર અને જંતુનાશકોના બેફામ વપરાશથી થતી રાસાયણિક ખેતીની છે. આ ભૂલને સુધારવાનો અસરકારક એકમાત્ર ઉપાય પ્રાકૃતિક ખેતી છે તેવી વાત કરી પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ લાવવાની કોશિશ કરી હતી.

ખેડૂત ભાઇ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
આ પ્રસંગે સંસદ સભ્ય મનસુખ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પૂર્વ મંત્રી મોતિસિંહ વસાવા,સહિત જિલ્લા વહિવટીતંત્રના અધિકારીઓ, ખેડૂત ભાઇ-બહેનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

ખેડૂતોની સાફલ્યગાથા પુસ્તિકાનું વિમોચન કરાયું
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પોઇચા ગામે નિલકંઠધામ-સ્વામિનારાયણ મંદિર પરિસર ખાતે નર્મદા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા યોજાયેલા “ પ્રાકૃતિક કૃષિ....પ્રકૃતિના શરણે ” પરિસંવાદને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મુક્યા બાદ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તાલીમ શિબિરમાં જિલ્લાના ખેડૂતોને ઉપયોગી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. રાજ્યપાલના હસ્તે જિલ્લાના 75 જેટલા પ્રગતિશીલ ખેડૂતોની સાફલ્યગાથા પુસ્તિકાનું વિમોચન કરાયું હતું.

રાજ્યપાલે સ્ટોલની મુલકાત લઇ કૃષિ પેદાશોનું નિરિક્ષણ કર્યું
આ પ્રસંગે પ્રાકૃતિક કૃષિ પેદાશોના સ્ટોલની મુલકાત લઇને પ્રદર્શિત કરાયેલ વિવિધ કૃષિ પેદાશોનું નિરિક્ષણ કર્યું હતું. નિલકંઠધામ પોઇચા સ્વામિનારાયણ મંદિરના પ.પૂ કોઠારી કૈવલ્ય સ્વરૂપદાસજી સ્વામીના પ્રાકૃતિક કૃષિના વ્યાપની દિશાના પ્રયાસોની પણ સરાહના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...