સરકારે આધારભૂત પુરાવા તરીકે આધારકાર્ડ ફરજિયાત કર્યું છે પરંતુ અવાર નવાર ઓનલાઇન બંધ કે તંત્રના વાંકે અરજદારો અટવાતા હોય છે. ત્યારે આધારકાર ના કોન્ટ્રાકટર ને સુવિધા આપવા તંત્રે કાન અમલવા લોકો માંગ કરી રહ્યા છે બીજી બાજુ સિનિયર સિટીજન અને અશક્ત લોકોને ઘરે જઈને આધાર કાર્ડ કાઢી આપવા માંગ વધી છે. ત્યારે હાલમાં એક મહિના થી રાજપીપળા ના એક વૃધ્ધા ને આધાર કાર્ડ ઘરે જઈ કાઢવા માટે વાયદાઓ મળી રહ્યા છે અને હવે રમત રમતી હોય એમ લાગી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા માં નોધારાના આધાર યોજના હેઠળ તંત્ર લાભાર્થીઓને શોધવા જિલ્લાના વિવિધ વિસ્તારો ખૂંદી વળ્યાં છે અને ઘરે જઈને આધારકાર્ડ રેશનકાર્ડ આપવામાં આવ્યા એવી રીતે જે આસક્ત અને સિનિયર સિટીજન હોય તેમને પણ ઘર બેઠા આધાર કાર્ડ કાઢવાની સરકારની સૂચના હોવા છતાં સિનિયર સીટીઝનો ધક્કા ખાતા હોય ત્યારે સર્વર ચાલતું નથી તેવા જવાબો મળે છે એટલુંજ નહિ રાજપીપળા દરબાર રોડ પર રહેતા 88 વર્ષીય વૃધ્ધા શિલાબેન સેવંતીલાલ શાહ કે જેઓ બંને પગે તકલીફ હોવાથી આધાર સેન્ટર સુધી જઈ શકતા ન હોવાથી તેમના પરિવાર દ્વારા કાલાવાલા કરવામાં આવ્યા.
છતાં આજે આવે કાલે આવે કહી અધિકારીને મળો ગાંધીનગર થી મજૂરી લેવી પડશે સહિતના ઉડાવ જવાબો આપવામાં આવતા આ વૃદ્ધાનું પરિવાર રોષે ભરાયું છે આવા અનેક સિનિયર સીટીઝનો આધારકાર્ડ સેન્ટર પર ધક્કા ખાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો જિલ્લા કલેટર આ બાબતે કોઈ ચોક્કસ પગલાં ભરી જેમ નોધારા ના આધાર ને આધાર કાર્ડ અપાવ્યા એમ આ અશક્ત મહિલાને ઘરબેઠા આધારકાર્ડ અપાવે એવી પરિવાર ની માંગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.