નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી:સહકાર પેનલની જીત; પ્રમુખ મહામંત્રી અને ખજાનચી ત્રણેય સહકાર પેનલના ઉમેદવારો વિજેતા થયા

નર્મદા (રાજપીપળા)16 દિવસ પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લામાં આવેલ સરકારી પ્રથમિક શિક્ષકોનું સંગઠન છે. નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહત્વના હોદ્દા પ્રમુખ, મહામંત્રી અને ખજાનચી આ ત્રણ બેઠકો માટેની ચૂંટણી તમામ તાલુકા મથકે ચૂંટણીઓ યોજાઈ જેનું પરિણામ જાહેર થઇ ગયું છે. જેમાં સહકાર પેનલના ત્રણેય ઉમેદવારોની એકતા પેનલના ઉમેદવારો સામે જીત થઇ છે અને આગામી ટર્મ માટે નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘન પ્રમુખ તરીકે ફરી સુરેશભાઈ ભગત, મહામંત્રી ફતેસિંહ વસાવા અને ખજાનચી તરીકે ભાઈલાલભાઈ બારીયા ચૂંટાઈ આવતા હવે ચાર્જ સંભાળશે.

ચૂંટણીમાં જીતથી ઉમેદવારો ખુશ
નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની યોજાયેલ ચૂંટણીમાં હાથ ધરાયેલ મતગણતરીમાં સહકાર પેનલના તમામ ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો. જેમાં સહકાર પેનલમાંથી પ્રમુખ તરીકેના ઉમેદવાર સુરેશભાઈ ભગતને હરીફ ઉમેદવાર એકતા પેનલના ભરતભાઈ પટેલ કરતા 432 વધુ મત મળતાં પ્રમુખ તરીકે સુરેશભાઈ ભગતને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. મહામંત્રી પદના સહકાર પેનલના ઉમેદવાર ફતેસિંહભાઈ વસાવા પોતાના હરીફ ઉમેદવાર રમણભાઈ ચૌધરી સામે 456 મતથી જીત થઇ છે. જયારે ત્રીજી બેઠક ખજાનચીપદના સહકાર પેનલના ઉમેદવાર ભાઈલાલભાઈ બારીયાને એકતા પેનલના ઉમેદવાર શિવનાથભાઈ વસાવાને 284 મતથી હાર આપી હતી. આમ ત્રણે ત્રણ બેઠકો પર સહકાર પેનલના ઉમેદવારો એ જંગી બહુમતીથી જીત મળતા હવે આગામી ત્રણ વર્ષ સુધી નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં પ્રમુખ તરીકે સુરેશભાઈ ભગત, મહામંત્રી તરીકે ફતેસિંગભાઈ વસાવા અને ખજાનચી તરીકે ભાઈલાલભાઈ બારીયા કાર્યરત રહેશે.

અન્ય સમાચારો પણ છે...