તસ્કરી:અર્બન હેલ્થ સેન્ટરમાંથી 60 હજારના સામાનની ચોરી

રાજપીપળા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટેકરા ફળિયા વિસ્તારમાં તસ્કરોનું ઓપરેશન

રાજપીપળા ટેકરા ફળિયા ખાતે આવેલ અર્બન હેલ્થ સેન્ટરમાંથી રૂ.60 હજારના સામાનની ચોરી થઇ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. રાજપીપળાના મેડિકલ ઓફિસર રાનીપાલ ભાટીએ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના ફરજના સ્થળે અર્બન હેલ્થ સેન્ટર ખાતે નીચેના ભાગે આવેલા અર્બન હેલ્થ સેન્ટરના મુખ્ય પ્રવેશ દ્વારની ઇમરજન્સી બહાર નીકળવા માટે આવેલ જાળી તેમજ દરવાજાને મારેલ તાળુ નકુચા સાથે તોડી નાખી તસ્કરો અંદર પ્રવેશ્યાં હતાં.

તસ્કરો હેલ્થ સેન્ટરમાંથી ઓક્સિજન સપ્લાયની તાંબાની પાઇપો, સીસીટીવી કેમેરો, કોમ્પ્યુટર, યુ.પી.એસ પાવર સેવર તથા રાઉટર મળી કુલ રૂ.60 હજારની વસ્તુઓ ચોરી ફરાર થઇ ગયાં છે. મેડિકલ ઓફિસરની ફરિયાદના આધારે રાજપીપળા પોલીસે ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...