ભેટ:નર્મદા જિલ્લાને 1.5 કરોડના ખર્ચે પાંચ એમ્બ્યુલન્સની ભેટ

રાજપીપળા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય સેવાઓ વધુ સઘન અને અદ્યતન બનાવવાના પ્રયાસો

નર્મદા જિલ્લાના છેવાડાના અંતરિયાળ વિસ્તારના ગરીબ આદિવાસી અને પછાત લોકોની આરોગ્યલક્ષી સેવાઓ વધુ સુદ્રઢ બનાવી જનસુખાકારીમાં વૃદ્ધિ થાય તે માટેના જિલ્લા કલેકટર ડી.એ.શાહ દ્વારા હાથ ધરાયેલા પ્રયાસોના ભાગરૂપે CSR એક્ટિવીટી અંતર્ગત અંદાજે 1.5 કરોડના ખર્ચે પાંચ જેટલી “ICU ઓન વ્હીલ્સ” એમ્બ્યુલન્સ ગુજરાત CSR ઓથોરિટી દ્વારા એમ્બ્યુલન્સની મંજૂરી મળતા જિલ્લા કલેકટર ડી.એ.શાહના વધુ એક પ્રયાસને સફળતા મળતા નર્મદા જિલ્લાને પાંચ એમ્બ્યુલન્સની ભેટ મળી છે.

આ બાબતે મુખ્ય નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે.પી. પટેલે જણાવ્યું હતું કે, જિલ્લા માટે ગુજરાત CSR ઓથોરિટી દ્વારા મંજૂર કરાયેલી 1.5 કરોડની ઉકત પાંચ “ICU ઓન વ્હીલ્સ” એમ્બ્યુલન્સ સંદર્ભે આ સેવાઓ ઉપલબ્ધ થવાથી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા ભાઈ-બહેનોને ઝડપી અને અસરકારક આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે તે માટે જિલ્લામાં તાજેતરમાં સીએસઆર (CSR) ફંડ હેઠળ ICU ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સ અને લાઈફ સપોર્ટ સિસ્ટમ સાથેની કુલ-પાંચ એમ્બ્યુલન્સ ફાળવવાનું આયોજન છે, જે ટૂંક સમયમાં જિલ્લામાં આરોગ્યલક્ષી સુવિધાઓ પુરી પાડવા દોડતી થઇ જશે. અંતરિયાળ વિસ્તારના લોકો માટે આ એમ્બ્યુલન્સ ઘણી મોટી રાહત આપશે.

અન્ય સમાચારો પણ છે...