નર્મદામાંથી વિદેશી દારૂ ઝડપાયો:ગરુડેશ્વર, રાજપીપળા તથા ડેડીયાપાડા પોલીસે અંગ્રેજી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો

નર્મદા (રાજપીપળા)22 દિવસ પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લામાં પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએથી વિદેશી દારૂનો જથ્થો પકડી ગુના દાખલ કર્યા છે. પોલીસનું સધન ચેકીંગને બાતમીના આધારે જેમાં ગરુડેશ્વર, રાજપીપળા તથા ડેડીયાપાડા પોલીસે અંગ્રેજી દારૂ, બિયરનો મુદામાલ ઝડપી પાડ્યો છે.

મળતી વિગતો અનુસાર ગરુડેશ્વર પોલીસે સમશેરપુરા ગામમાં છાપો મારી વિદેશી દારૂ કિંમત.રૂ.38 હજાર 400નો જથ્થો તેમજ મારૂતી સ્વિફ્ટ ફોરવ્હીલ ગાડી નં. GJ 04 DA 2205 કિ.રૂ.2 લાખ રોકડા રૂપિયા 1 હજાર 710 તથા મોબાઇલ ફોન નંગ 2 કિ.રૂ. 10 હજારના મળી કુલ કિ.રૂ. 2 લાખ 50 હજાર 110 ના મૂદ્દામાલ સાથે પકડાઇ ગયા હતા.

જ્યારે રાજપીપળા પોલીસે જુનારાજ ગામના રસ્તાપરથી બાઈક નં-GJ 22 N 5386 ના ચાલકે પોતાની બાઈક જુનારાજથી રાજપીપળા જવાના રોડ ઉપર આવતા તેને ઉભી રાખવા ઈશારો કરતા બાઈક ચાલકે ઝાડી કોતરમાં ભગાડ્યા બાદ બાઈક કોતરમાં મુકી ઈંગ્લીશ દારુ બાજુમાં જમીન ઉપર નીચે નાખી અંધારાનો લાભ લઈ નાસી ગયો હતો. સ્થળ પરથી બિયરના ટીન નંગ-24 મળી આવેલી જેની કિ.રૂ. 2 હજાર 400 તથા બાઈક કી.રૂ. 30 હજાર - મળી કુલ કી.રૂ 32 હજાર 400 - નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ પંચોની રેડ દરમ્યાન બાઈક અને ઈંગ્લીશ દારુ મુકી નાશી જઈ ગુન્હો કર્યો હતો.

બીજી રેડમાં પણ રાજપીપળા પોલીસે જીતગઢ ગામ પાસેથી બીયર નંગ-16 ની કિ.રૂ.1 હજાર 600 તથા બાઈક.નં-GJ 22 N 4351 ની કી.રૂ.30 હજાર મળી કુલ કી.રૂ31 હજાર 600 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો પરંતુ પોલીસ રેડ દરમ્યાન આરોપી પોતાની બાઈક તથા ઈંગ્લીશ દારુ મુકી નાશી છૂટ્યો હતો.

જ્યારે ડેડીયાપાડા પોલીસે દેવરાફળીયુ(ડુમખલ) ગામથી વિરસિંગ બચુભાઇ તડવી (રહે. દેવરાફળીયુ (ડુમખલ) તા.દેડીયાપાડા જી.નર્મદા) ને ગેરકાયદેસર અને વગર પાસ પરમીટનુ વિદેશી દારૂ પોતાના રહેણાંક ઘરમાં વિમલના થેલામાં છુટ્ટા પતરાના બીયર ટીન નંગ- 21 ની કિંમત કુલ રૂ.2 હજાર 100 જેટલાનો રાખી રેઇડ દરમ્યાન પોતાના ઘરે હાજર નહિં મળી આવી ગુનોં કરતા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...