• Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • Garudeshwar Police Arrested 2 Persons Along With Tanker Of 3500 Liter Bio Diesel; 3 Lakh Worth Of Goods Including The Tanker Were Seized

બાયો ડિઝલના ચોર પકડાયા:ગરુડેશ્વર પોલીસે 3500 લીટર બાયો ડિઝલના ટેન્કર સહિત 2 શખ્સોની ધરપકડ કરી; ટેન્કર સહિત 3 લાખનો મુદ્દા્માલ કબ્જે કર્યો

નર્મદા (રાજપીપળા)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મધ્ય પ્રદેશ કે છોટાઉદેપુર તરફથી ભરૂચના 2 ઈસમો એક ટેન્કરમાં બાયો ડીઝલ ભરીને ભરૂચ જતા હતા. જે સરકાર દ્વારા ગેરકાયદેસર જાહેર કરી બંધ કરવામાં આવ્યું હોય છે. ગરુડેશ્વર PSI પી.એમ.પરમાર પોતાની ટીમ સાથે ચેકીંગ કરતા હતા. તે વખતે એક ટેન્કરમાં બાયો ડીઝલ, જેવું પેટ્રોલિયમ વાસવાળું પ્રવાહી મળી આવ્યું હતું. જે બીજા ટેન્કરમાં ટ્રાન્સફર કરતા હતા. જેની વાસથી હવા પ્રદુષણ થાય અને જ્વલંનશીલ હોય જિંદગી જોખમાય તેમ હોયવ છે. આ શખ્શોએ કોઈ સાવચેતી માટે સાધનો પણ રાખ્યા નહોતા. પોલીસે આ બાયો ડિઝલ અંગે કોઈ બિલ કે લાયસન્સ કે કોઈ આધાર પુરાવા માંગતા જે તેમની પાસે નહોતા. એટલે ટેન્કરના ભરૂચ આયોધ્યાનગરમાં રાહતા ચાલક જનાર્દન ગણપત જાદવ અને ક્લીનર મિતેષ મહાદેવ લાખેણીને ઝડપી ટેન્કર કબ્જે લેવામાં આવ્યું હતું. જેમાં 3500 લીટર બાયો ડીઝલ હતું. જેની અંદાજીત કિંમત 2.70 લાખ થાય. અને ટેન્કર મળીને કુલ 3 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી 2 શખ્સોની ધરપકડ કરી છે. આ કેશમાં અન્ય કોણ કોણની સંડોવણી છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...