ભટવાડા યુવક મંડળની અનોખી પહેલ:ગણપતિ દાદાની મોટી મૂર્તિનું વિસર્જન નહીં કરે, આવતા વર્ષ વધુ સુંદર શણગાર સાથે પુનઃ સ્થાપન કરશે

નર્મદા (રાજપીપળા)19 દિવસ પહેલા
  • કૉપી લિંક

નર્મદાના જિલ્લાના રાજપીપલા શહેરમાં અનેક નાની મોટી ગણપતિ બાપ્પાની મૂર્તિનું સ્થાપના કારવામાં આવી હતી. જેમાં કેટલીક ઇકો ફ્રેન્ડલી માટીની તો કેટલીક પી.ઓ.પી.ની મૂર્તિ લાવવામાં આવી હતી. જોકે તમામ ગણેશ મંડપ પર પૂજન માટે જે મૂર્તિની સ્થાપના કરવામાં આવતી હોય એ માટીની જ હોય અને ખૂબ નાની હોય એવી જ રીતે રાજપીપલા ભટવાડા વિસ્તારમાં ભટવાડા યુવક મંડળ દ્વારા 15 ફુટ ઉંચી સિંહસન પર બિરાજમાન ગણપતિ બાપ્પાની મૂર્તિ વડોદરાથી લાવ્યા હતાં અને આ તમામ યુવાનો પગપાળા ચાલીને ખૂબ ભાવ પૂર્વક લાવ્યા હતાં.

10 દિવસ પૂજન કર્યા બાદ ભટવાડા યુવક મંડળ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે, જે 15 ફૂટની મૂર્તિ છે તેનું વિસર્જન કરવાનું નહીં પણ તેને વરઘોડો કરી પરત ભટવાડા વિસ્તારમાં લાવી એક વર્ષ સાચવીને રાખવાની અને તેની સાથેની જે નાની માટીની મૂર્તિઓ છે, તેને ઘરે પાણીની ડોલમાં વિસર્જન કરવાની. આમ કરવાથી મોટી મૂર્તિનો ખર્ચ બચે અને એનાથી વિશેષ પ્રદુષણ થતું અટકે અને આવતા વર્ષે વધુ સુંદર શણગાર કરીને પુનઃ સ્થાપન કરીશું. આવા સુંદર અભિગમ કરી આજે ભટવાડાના યુવાનોએ નવો ચીલો ચીતરી સમાજમાં એક પર્યાવરણ જાળવણી અને ખર્ચ બચાવવાનો દાખલો બેસાડ્યો છે. જે ખરેખર કાબીલે તારીફ છે.

અન્ય સમાચારો પણ છે...