કેદીઓની દિવાળી સુધરી:રાજપીપળા જિલ્લા જેલના 60 વર્ષથી વધુ ઉંમરના ચાર પાકા કેદીઓને દિવાળી ઉજવવા પેરોલ પર મુક્ત કરાયા

નર્મદા (રાજપીપળા)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત સરકાર ગૃહ વિભાગ,ગાંધીનગરના આદેશાનુસાર કેદીઓની કલ્યાણા પ્રવૃતિ તથા જેલ સુધારણાના ભાગરૂપે દિવાળીના તહેવાર નિમિત્તે મહિલા કેદીઓ તથા 60 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતાં પુરૂષ કેદીઓ તેના કુટુંબીઓ સાથે ખુશાલીથી તહેવારની ઉજવણી કરી શકે તે હેતુસર તેમને પંદર દિવસ માટે પેરોલ રજા પર મુક્ત કરવાનો નિર્ણય કરાયો હતો.

અધિક પોલીસ મહાનેદેશક ડૉ.કે.એલ.એન.રાવની સુચના મુજબ રાજ્યની જેલોમાં રહેલ મહિલા કેદીઓ તથા 60 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતાં પુરૂષ કેદીઓ તેના કુટુંબીઓ સાથે ખુશાલીથી તહેવારની ઉજવણી કરી શકે તે હેતુસર 15 દિવસ માટે પેરોલ રજા પર મુક્ત કરવા જણાવ્યું હતું. કલેક્ટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ, નર્મદાના આદેશાનુસાર તથા ઇ.ચા.અધિક્ષક કે.ટી.બારીયાની રાહબરી હેઠળ રાજપીપળા જીલ્લા જેલમાં સજા ભોગવી રહેલા 60 વર્ષ કે તેથી વધુ ઉમરના કુલ 4 પાકા કેદીને પેરોલ રજા પર મુક્ત કરવામાં આવ્યા હતા.

પેરોલ રજા પર મુક્ત કરાયેલા કેદીઓના નામ

(1) કાલીદાસભાઇ દલસુખભાઇ તડવી ઉ.વ- 62

(2) વિરસીંગ મેઘજી કામોલ ઉ.વ-61

(3) જગદીશ ભાઇ દેવજીભાઇ ખિસ્ત્રી ઉ.વ-60

(4) રાભયભાઇ કેસરાભાઇ સોલંકી ઉ.વ-69

આ કેદીઓને તા. 23/10/2022થી પંદર દિવસ માટે પોતાના કુટુંબીઓ સાથે ખુશાલીથી તહેવારની ઉજવણી કરી શકે તે હેતુસર પેરોલ રજા પર મુક્ત કરવામાં આવ્યા છે. ઉક્ત પાકા કેદીઓને દિવાળી પેરોલ રજા પર મુક્ત કરાતાં તેમના પરિવારમાં હર્ષોલ્લાસની લાગણી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...