ખેલીઓના રંગમાં ભંગ પડ્યો:રાજપીપળા નજીક માંગરોલ ગામમાંથી શ્રાવણીયો જુગાર રમતા ચાર ઝડપાયા, બે વોન્ટેડ, 14 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

નર્મદા (રાજપીપળા)2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજપીપળા નજીક માંગરોલ ગામમાં શ્રાવણીયો જુગાર રમતા ચાર જુગારીઓને 14 હજાર 900ના મુદ્દામાલ સાથે એલ.સી.બી. નર્મદાની ટીમે ઝડપી પાડ્યા હતા. એલ.સી.બીના સ્ટાફને માંગરોલ ગામમાં તડવી ફળીયામાં ખુલ્લામાં કેટલાંક ઇસમો પત્તા પાનાનો હાર-જીતનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી. આ ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી.ના સ્ટાફે બાતમીવાળી જગ્યાએ જુગાર અંગેની રેઇડ કરતા કેટલાંક ઇસમો ટોળુ વળીને પત્તા-પાનાનો હાર-જીતનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.

ચાર ઝડપાયા, બે વોન્ટેડ
​​​​​​​ઝડપાયેલા શખ્સો 1.અનુરાજસિંહ હિમ્મતસિંહ ગોહીલ 2. હરેશ મહેશભાઇ વસાવા ૩. કનુ બબુભાઇ તડવી 4. વિક્રમ ભુરાભાઇ તડવીને રોકડ રકમ 14 હજાર 940ના મુદ્દામાલ સાથે ઝડપી તથા બે શખ્સને વોન્ટેડ જાહેર કરી તમામ આરોપીઓ વિરૂધ્ધમાં રાજપીપળા પો.સ્ટે.માં જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતા.

અન્ય સમાચારો પણ છે...