નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક નર્મદા પ્રશાંત સુંબેનાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ. જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. એ.એમ.પટેલ નાઓને ટેક્નીકલ સર્વેલન્સ તથા અંગત બાતમીદારોથી હકીકત મળેલ કે ગરૂડેશ્વર વિસ્તારમાં રહેતા સંતોકસીંગ સીકલીગર તથા વડોદરાના રાજેન્દ્રસીંગ સીકલીગર અલગ-અલગ માણસોની ગેંગ બનાવી રાત્રી દરમ્યાન ઘરફોડ ચોરી કરે છે.
જેઓની તપાસ તેમજ વોચમાં રહી એલ.સી.બી. પો.ઇન્સ, તથા પો.સ.ઇ. સહિત એલ.સી.બી સ્ટાફ સાથે સીકલીગેરે ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી છે. આ ઘરફોડ ચોરીના 3 ઈસમો સંતોકસીંગ ચીકલીગર ગરૂડેશ્વર, ગુરુચરણસીંગ સરદારજી ઘોઘંબા, ગુરુદયાલસીંગ સરદારજી ગણસીંડા તિલવાડા ઝડપી પાડ્યા હતા. આ પકડાયેલ ઇસમોની ઝડતી તપાસ કરતા એક પ્લા.ના મીણીયા થેલામાંથી બે મોટા લોખંડના ડીસમીસ તથા એક લોખડનું વાંદરી પાનુ મળી આવેલ.
તેમજ તેમની અંગ ઝડતીમાંથી રોકડા 23 હજાર તથા મોબાઇલ, મો.સા 1 નો મળી કુલ કિ.68 હજારનો મુદામાલ મળી આવેલ. જે મળી આવેલ મુદ્દામાલ વિશે પુછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપેલ નહીં કે કોઇ આધાર પુરાવા આપેલ નહી જેથી પોલીસ દ્વારા પુછપરછ કરતાં રાત્રી દરમ્યાન ઘરફોડ ચોરી કરવાના ઇરાદે નીકળેલ હોવાની હકીકત જણાવતા સીકલીગર ગેંગના પાંચ ઈસમોની સામે પોલીસ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.