• Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • Former Education Minister Bhupendrasinh Chudasma Performed Puja At The Shulpaneshwar Temple In Narmada District; Visiting Continuously For 24 Years

મહાદેવના શરણે પૂર્વ શિક્ષણ મંત્રી:નર્મદા જિલ્લામાં આવેલ શુલપાણેશ્વર મંદિરે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પૂજા કરી; 24 વર્ષથી સતત મુલાકાત કરે છે

નર્મદા (રાજપીપળા)21 દિવસ પહેલા

નર્મદા જિલ્લાના ગોરા ખાતે આવેલ શુલપાણેશ્વર મંદિરે પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા છેલ્લા 24 વર્ષથી અખંડિત આ મંદિરે પૂજા કરતા આવ્યા છે. શ્રાવણ મહિનો શરૂ થતાં પહેલા અષાઢી અમાસ અને શ્રવણ મહિનાના અમાસે પૂજા કરવા ભુપેન્દ્રસિંહ ચુડાસમા આવ્યા હતા અને તેમની સાથે હિમાંશુ રાવલ પણ સાથે રહ્યા હતા. ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો સુલપણેશ્વર મહાદેવ પર અતૂટ વિશ્વાસ છે. અને તેઓ છેલ્લા 24 વર્ષથી અખંડિત ગોરા મંદિરે પૂજા કરવા આવે છે. અને આ વર્ષે પણ પૂજા કરી.

24 વર્ષથી સતત દર વર્ષે પૂજા કરવા પહોંચે છે
અત્રે ઉલ્લેખનીય છે કે ભુપેન્દ્રસિંહ ચુડાસમા આજથી 25 વર્ષ પહેલાં નર્મદા નિગમના ચેરમેન હતા. ત્યારે સુલપણેશ્વર મહાદેવના મંદિરે પૂજા કરી હતી અને નર્મદા ડેમ નિર્વિઘ્ને પૂર્ણ થાય અને તેની ઉંચાઈ વધે દરવાજા મુકાય પાણી વીજળીનો લાભ રાજ્યને મળે મહાદેવ ડેમનું હંમેશા રક્ષણ કરે એવા સંકલ્પ સાથે શ્રાવણ મહિના શરૂ થયા એ પહેલાં આવતી અમાસ અને શ્રાવણ પૂરો થાય એ અમાસે શૂળપણેશ્વર દાદાને નર્મદા જળથી અભિષેક કરી પૂના મંદિરે આવીને કરશે આવા સંકલ્પને તો કોઈ પણ મુશ્કેલીમાં પણ પૂરો કરી રહ્યા છે. અને આ સંકલ્પ અખંડ રાખ્યો છે ખંડિત થવા દીધો નથી.

અન્ય સમાચારો પણ છે...