વન વિભગના કર્મચારીઓ મેદાને:નર્મદા જિલ્લાના વન કર્મીઓની માંગણીઓ નહિં સંતોષાતા અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા

નર્મદા (રાજપીપળા)20 દિવસ પહેલા
  • કૉપી લિંક

સમગ્ર ગુજરાતની સાથે સાથે નર્મદા જિલ્લા વન વિભાગના કર્મચારીઓએ પણ ગ્રેડ પે મામલે આજથી હડતાળનું રણશિંગુ ફૂક્યું છે અને આવેદનપત્ર આપી પોતાની માંગણીઓ બાબતે રજૂઆત કરી હતી. નર્મદા જિલ્લા વન કર્મચારીઓએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળ દ્વારા છેલ્લા બે વર્ષમાં અવાર નવાર રાજ્યના વન વિભાગમાં ફરજ બજાવતા વનરક્ષક અને વનપાલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેમાં વનરક્ષક વર્ગ -૩ ને 2800ગ્રેડ પે આપવો તેમજ વનપાલને 4200 ગ્રેડ પે આપવા બાબતે અને રજાના દિવસે બજાવેલ ફરજના ભાગરૂપે રજા પગાર આપવો, વનરક્ષકની ભરતી અને બઢતી બાબતે તેમજ અન્ય મુદ્દે પણ રજુઆતો કરવામાં આવી હતી. પરંતુ અવાર નવારની રજુઆતો કરવા છતા આજ દીન સુધી એક પણ પ્રશ્નનું સુખદ નિરાકરણ આવ્યું નથી.

અચોક્કસ મુદતની હડતાળ પર જવા રજૂઆત
જેથી ગત તારીખ 22/08/2022ના રોજ વન રક્ષક કર્મચારી મંડળના નર્મદા જિલ્લા પ્રમુખ હાર્દિકસિંહ ગોહિલ તથા ઉપપ્રમુખ વનરાજસિંહ ગોહિલ તથા નર્મદા જીલ્લાના વન કર્મચારીઓ દ્વારા ડીસીએફ નોર્મલ નર્મદા તથા સામાજિક વનીકરણ ડીસીએ નર્મદા તથા સીએફ સિલ્વા નર્મદા તથા જીએફઆરસી સીએફ નર્મદાને આવેદન પત્ર આપી નર્મદા જિલ્લાના વર્ગ -3 ના 400 જેટલા વનરક્ષક તથા વનપાલ કર્મચારીઓ પોતાના હક્ક માટે તારીખ 29/08/2022 ના રોજ ગાંધી ચીધ્યા માર્ગે ગાંધીનગર ખાતે અચોક્કસ મુદતની હડતાલ પર જવા રજૂઆત કરી હતી. જેમાં આજદિન સુધી તેમની કોઈજ માંગણીઓ નહિં સ્વીકારતા આ તમામ કર્મચારીઓએ આજથી અચોક્કસ મુદતની હડતાળ જાહેર કરી છે.

અન્ય સમાચારો પણ છે...