નર્મદા જિલ્લો પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે. સાતપુડા અને વિંધ્યાચળની ગિરિમાળાની ખોળે વસેલો નર્મદા જિલ્લો પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે અને ચોમાસા શિયાળામાંમાં અહીંયાનું વાતાવરણ એકદમ સુંદર અને આહલાદક બની જાય છે. જે પ્રવાસીઓને ખુબ આકર્ષે છે. ત્યારે એક પર્યાવરણ પ્રેમી શિક્ષકે પોતાના ખેતરને ધીરે ધરે અવનવા 2000 થી વધુ વૃક્ષો ઉછેરી અને પ્રવસીઓને આકર્ષે એવો રિસોર્ટ બનાવ્યો છે.
આ રિસોર્ટમાં વેસ્ટમાંથી બેસ્ટ રમતગમતના સાધનો બનાવી સુંદર ટ્રેકિંગ કેમ્પનું નિર્માણ કરી શૈક્ષણિક એક સ્કૂલે આ વન વગાડો રિસોર્ટની મુલાકાત કરી, શિયાળામાં હાલમાં શૈક્ષણિક ટૂરની પીકનીકની મૌસમ ચાલતી હોય અમદાવાદ, સુરત, વડોદરા સહિત મુંબઈની સ્કૂલો ની શૈક્ષણિક ટૂરે આકર્ષણ જમાવ્યું છે. મોટી સંખ્યામાં વિવિધ જિલ્લાઓમાંથી સ્કૂલો અને વિદ્યાર્થીઓ આ પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે પીકનીક માટે આવી રહ્યા છે.
નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માંડ 10 કિમિ દૂર સાકવા ગામે આવેલા વન વગડાના મેનેજર વિશાખા પરીખે જણાવ્યું હતું કે, વન વગાડો રિસોર્ટ પાંચ એકર વિસ્તારમાં ફેલાયેલું છે. જેમાં 2000 થી વધુ ફળાવ અને સૌથી વધુ ઓક્સિજન અપાતા વૃક્ષો અને પ્લાન્ટ્સ છે. આ આખા વિસ્તારમાં 5 હજાર જેટલા પક્ષીઓ છે. જેના કલરવથી કાંઈ અલગ અનુભૂતિ થાય છે. 10 કિલોમીટર જેટલી લાંબી વનવગડા રિસોર્ટને ફરતે ટ્રેકિંગ સાઈડ છે. અને રમત ગમત ના સાધનો સાથે સ્વાદિષ્ટ હાઇજિનિક શુદ્ધ દેશી ખોરાક આપવામાં આવે છે. જે ખેતરોમાં જ તૈયાર થતા શાકભાજીથી બનાવવામાં આવે છે.
એક દિવસની નાની પીકનીકથી લઈને ત્રણ દિવસ સુધીનું અમારું શૌક્ષણિક ટૂરનું પેકેજ છે. જેમાં અમારા ખાસ ટ્રેનરો દ્વારા બાળકોને ખુબ એન્જોય કરાવવામાં આવે છે. આમ અમારું આ સપોર્ટ જોઈને જ પ્રવાસીઓ ખુબ આકર્ષાય છે. એટલે અહીંયાનું સૌથી આકર્ષક સ્થળ વગડો રિસોર્ટ બન્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.