બુટલેગરો પોલીસના સંકજામાં:નર્મદાની ધનસેરા ચેકપોષ્ટ પાસે કારમાંથી વીદેશી દારૂનો જથ્થો ઝડપાયો, રૂપિયા 2.76 લાખનો મુદ્દામાલ જપ્ત

નર્મદા (રાજપીપળા)3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિધાનસભાની ચુંટણીઓ આવતી હોય દારૂનો દુષણ મોટાં પ્રમાણમાં ના ફેલાય એ માટે પોલીસ તંત્ર સાબદુ બન્યું છે. વડોદરા રેન્જ આઇજી સંદીપસિંહ સહિત નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેની સુચના અને માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લામાં ચેકપોસ્ટ ઉપર પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલી ધનસેરા ચેક પોસ્ટ ઉપરથી પસાર થતી ઇકો કારમાંથી સાગબારા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.વી.પાટીલ સહિતના સ્ટાફે વિદેશી દારૂનો જથ્થો લઈ મહારાષ્ટ્ર તરફથી આવતા બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આજરોજ સવારે સગબારા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.વી. પાટીલ સહિત વિનેશભાઈ રેન્જા ભાઇ, મહેન્દ્ર ચીમનભાઈ, સુરેશભાઈ ઓલિયભાઈ અને ગણપત ખાનસિંઘનાં પોલીસ જવાનો પોતાની ફરજ ઉપર હતા અને વાહનોનું ચેકીંગ કરી રહ્યા હતા. જે દરમિયાન એક ઇકો કાર આવતાં તેના ચાલકને ઊભો રાખી કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂના 48 નંગ હોલ મળી આવ્યાં હતાં. જેની કિંમત રૂ.26880 અને કાર કિંમત રૂ.2.5 લાખ મળી કુલ રૂપિયા 276880 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસ કાર ચાલક વડોદરાના રહેવાસી રાકેશ ચીમનભાઈ પરમાર સહિત યોગેશ રમેશભાઈ શિરસાડને ઝડપી તેમની પાસે આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો, કોને સપ્લાય કરવામાં આવતો હતો. તેની માહીતિ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...