એકાએક વાતાવરણમાં પલટો:નર્મદા જિલ્લામાં હવામાન વિભાગની અગાહી સાચી ઠરી; કપાસ, ડાંગર, તુવેર, કેરીના પાકને વ્યાપક નુકસાન

નર્મદા (રાજપીપળા)17 દિવસ પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. ધગધગતી ગરમીમાં સામી સાંજે લોકોને રાહતતો મળી પરંતુ વિનાશક વાવાઝોડાએ નર્મદા વાસીઓને ઢંઢોળી નાખ્યા હતા. હવામાન વિભાગની આગાહીને પગલે ગત રોજ મધ્યરાત્રી થીજ નર્મદામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે, ગત રોજ રાત્રીના સમયે સતત 2 કલાક ભારે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે સવારમાં ભર ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ બપોર થતાંજ ગરમીનો પારો સતત વધતા લોકો બાફરા અને ગરમીમાં હેરાન થયા હતા. જ્યારે સાંજ પડતા ફરી એક વખત વાતાવરણમાં ઠંડી પ્રસરી હતી. જોકે તુફાનને આવતા પહેલાની શાંતિ સમગ્ર પંથકમાં ફેલાઈ હતી.

વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાં રાહત તો થઈ પરંતુ વરસાદની સીઝનમાં ના જોયું હોય એવું એકાએક વાવાઝોડું ઘસી આવતા લોકોમાં ભાગદોડ મચીગઈ હતી. વાહન ચાલકોને વાહન સાચવવું કે પોતે કોઈ સેફ જગ્યાએ પોહચી જવું કાંઈ સમજ ના પડે તેવો માહોલ સર્જાયો હતો. જોકે કેટલાક વાહન ચાલકો પોતાના વાહન સાથે જે તે જગ્યાએ સ્તબ્ધ થઈ ગયા હતા. વવાઝોડાનું સ્વરૂપ એટલું ભયંકર હતું કે લોકોને 2021માં આવેલ તૌકતે વાવાઝોડાની યાદ આવી ગઈ હતી, જોકે આ વાવાઝોડાની અસર એક કલાક સુધી વર્તાઈ હતી.

સમગ્ર પંથકમાં વાવાઝોડાને કારણે કચરાના ઢગલા, ધૂળની ડમરીઓ, ઝાડની તૂટેલી ડાળીઓ અને પાંદડાને કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી. રાજપીપળા ડેડીયાપડા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. વાહન વ્યવહાર પણ થોડા સમય માટે સ્ટોપ થઈ ગયો હતો. વાવાઝોડામાં ભારે કડાકા સાથે ધીમી ધારે વરસાદ પણ ચાલુ થયો હતો. જોકે આ કમોસમી વરસાદ વરસતા શિયાળુ પાક કરતાં ખેડૂતોમાં પાક બગડવાની ચિંતા જોવા મળી હતી. ભયનકર વાવાઝોડાને કારણે અનેક કાચા મકાનોને નુકશાન પણ થયું હતું. તો બીજી બાજુ લાઈટો બંધ થઈ જતા અંધાર પટ છવાયો હતો. હવામાન વિભાગે જે આગાહી કરી હતી એ નર્મદા જિલ્લામાં સાચી સાબિત થઈ હતી. જોકે હાલતો લોકો ઠંડી ગરમી અને વરસાદ ત્રણેય ઋતુઓનો એક સાથે અનુભવ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...