દુર્ઘટના:રાજપીપળા સિવિલ હોસ્પિટલના પાછળના બંધ કંડમ રૂમમાં આગ

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા ફાયર ફાયટરોએ આગ પર કાબૂ મેળવ્યો

રાજપીપલામાં આવેલ નર્મદા જિલ્લાની મુખ્ય ગણાતી રાજપીપળા સિવિલ હોસ્પિટલ ના પાછળ આવેલ એક કંડમ રૂમમાં અચાનક આગ લાગતાં લોકોમાં ભય ફેલાયો હતો જોકે તાત્કાલિક રાજપીપલા નગરપાલિકા ના બે બંબા આવી જતા આગ પર કાબૂ મેળવ્યો હતો. રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં પાછળનાં ભાગે પીએમ રૂમ નજીક આવેલા એક બંધ કંડમ સામાન નાં રૂમમાં કોમ્પ્યુટરો અને અન્ય વીજ ઉપર્ણો સહિત કેટલા કાટમાળ જૂનો સમાન મુકવામાં આવ્યો હતો.આ રૂમ બંધ હતો. જે બંધ રૂમ માં કોઈક કારણોસર આગ લાગી હતી જેના કારણે ત્યાં હાજર સૌ ગભરાઈ ગયા હતા ત્યારબાદ નગર પાલિકા નાં ફાયર વિભાગને જાણ કરાતા ફાયર ટીમ બે બંબા સાથે ત્યાં દોડી આવી પાણીનો મારો ચલાવતા આગ પર કાબુ મેળવાયો હતો. જોકે સિવિલ સર્જન ડૉ. જ્યોતિ ગુપ્તાના જણાવ્યા મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય એમ જણાઈ છે. આ આગ નાં કારણે કોઈને નુકશાન કે ઇજા થઈ નથીની વાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...