અનુરોધ:વિવિધ હિંસાથી પીડિત 53 મહિલાએ સખી વન સ્ટોપ સેન્ટરનો લાભ લીધો

રાજપીપળા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેવાડાની બહેનો સ્પર્ધાત્મક ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરે તેવું આયોજન કરવા અનુરોધ

નર્મદા જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસના અધ્યક્ષસ્થાને આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત ટાસ્ક ફોર્સ કમિટી અને સખી વન સ્ટોપ યોજના અંતર્ગત જિલ્લા મોનીટરીંગ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં નર્મદા જિલ્લામાં દિકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે તે દિશાના પ્રયાસો હાથ ધરવા તેમજ અંતરિયાળ અને છેવાડાના તાલુકામાં જનજાગૃત્તિ અભિયાન થકી જાગૃ્ત્તિ લાવવા પર ખાસ ભાર મૂક્યો હતો. અંતરિયાળ અને છેવાડાની બહેનો પણ સ્પર્ધાત્મક ક્ષેત્રે સિધ્ધિ હાંસલ કરે તેવું સુચારૂં આયોજન ઘડી કાઢવા શ્રી એચ.કે.વ્યાસે અનુરોધ કર્યો હતો.

જિલ્લાની 100 ટકા વિદ્યાર્થીઓનું નામાંકન થયેલ પ્રાથમિક શાળા-3, માધ્યમિક શાળા-3 અને ઉચ્ચતર માધ્યમિક શાળા-3 એમ કુલ-9 શાળાઓને શાળા દીઠ રૂ. 10 હજારનો પુરસ્કાર તેમજ ધો-12 ની સામાન્ય પ્રવાહની પાંચ અને વિજ્ઞાન પ્રવાહની પાંચ એમ કુલ-10 વિદ્યાર્થીનીઓને વિદ્યાર્થી દિઠ 5 હજારનું પ્રોત્સાહનની રકમ આપવા ઉપરાંત દેડીયાપાડા તાલુકા ખાતેની સરકારી વિનયન કોલેજ સાથે સંકલન કરી કોલેજના વિદ્યાર્થીઓ તેમજ કોલેજ સિવાયની કુલ-40 વિદ્યાર્થીનીઓએ જુદી-જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે કોલેજના તજજ્ઞ ફેકલ્ટી દ્વારા 60 કલાકની સ્પર્ધાત્મક તાલીમ આપવાની સાથે રાજપીપળા ખાતેના ટેકવેન્ડલ એશોસીએશન ઓફ નર્મદા સંસ્થાના બ્લેક બેલ્ટ કોચ દ્વારા 9 શાળાઓ અને 2 કોલેજની કુલ-1377 વિદ્યાર્થીનીઓને Self Defence ની તાલીમ આપી તથા તાલીમ લીધા બદલનું પ્રમાણપત્ર આપવામાં આવ્યા હોવાની વિસ્તૃત જાણકારી જિલ્લા મહિલા અને બાળ અધિકારી હસીનાબેન મન્સૂરીએ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...