કાળઝાળ ગરમી:42 ડિગ્રી ગરમીમાં મેન્ટેનન્સથી ફીડર 8 કલાક બંધ, લોકોએ ઝાડ નીચે તંબુ તાણ્યાં

રાજપીપળા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગરમીથી રાહત મેળવવા લોકોએ ઝાડનો સહારો લઈ દિવસ કાઢ્યો

નર્મદા જિલ્લામાં 42 ડિગ્રી તાપમાન ગરમીના પ્રકોપ થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.ત્યારે DGVCL દ્વારા શુક્રવારે નર્મદા ફીડર લાઇન નું મેન્ટન્સ ઝાડવા કટિંગ થી લઈને લાઇન ખેંચવાનું કામ કર્યું. જ્યારે બીજા દિવસ શનિવારે રાજપીપલા ટાઉન ફીડર બંધ કરવામાં આવ્યું હતું એટલે 8 થી 10 કલાક ના સર્ટડાઉનમાં લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા, લાઈટો જતા ઘરમાં પંખા એસી ના ચાલે એટલે લીમડાના ઝાડ નીચે ખાટલો પાથરી ટોળે વળી ઠંડક માં બેસી આખો દિવસ કાઢ્યો હતો. એકબાજુ આકારો તાપ અને બીજીબાજુ વીજ કાપ આ બંને મુશ્કેલીમાં કુદરતી ઝાડ લોકોની રક્ષા કરી રહ્યુ છે.

42 ડિગ્રી તાપમાન માં પણ DGVCL ના કર્મચારીઓ ભર બપોરે વયરો ખેંચતા અને મેન્ટેનન્સ કરતા જોવા મળ્યા હતા. ગરમી માં તેમણે પણ કામ કર્યું પરિમોન્સૂન ની કામગીરી થી ચોમાસામાં રાહત થાય એ માટે DGVCL પણ ભર ઉનાળામાં કામગીરી કરવા મજબૂર બન્યા હતા ત્યારે લોકો ગરમી થી રાહત મેળવવા ઝાડ નીચે બેસી રાહત અનુભવી હતી.

DGVCLના સમારકામમાં કેબલ કપાતાં રાજપીપળામાં ઈન્ટરનેટ સેવા ખોરવાઈ
DGVCL રાજપીપલા સહિત વડીયા વિસ્તારમાં સમાર કામ કરતા વીજળીના થાંભલે જેટલા પણ અન્ય વયરો હતા તે કાપીને ટુકડે ટુકડા કરી નાખવામાં આવ્યા. જોકે આ વીજ થાંભલા પર કેબલ કનેક્શન અને નેટના વયરો હોય જે કાપી નાખતા ચેક વડીયા કરાઠા માંગરોળ સુધી ટીવીઓ અને ઈન્ટરનેટ સેવા બંધ થઈ ગઈ હતી. લોકો પરેશાન થયા જેની સાથે કેબલ ઓપરેટરો અને નેટ ઓપરેટરોને હજારો રૂપિયાની ખોટ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...