ખેડૂતો ત્રાહિમામ:નર્મદાના ઝુંડા એગ્રિકલચર ફીડર પર વીજ પુરવઠો નિયમિત કરવા બાબતે ખેડૂતોએ કલેક્ટરને આવેદન આપ્યું

નર્મદા (રાજપીપળા)21 દિવસ પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ખેડૂતોએ અગ્રીકલચર વીજ પુરવઠો નિયમિત મળે તે માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. સેંગપુરા, સુરજવડ ફૂલવાડી સહિતના ગામોનાં ખેડૂતોએ આપેલા આવેદનમાં જણાવ્યા મુજબ તેઓ આ ગામોમાં ખેતી કરે છે. તેમના મહામુલ્ય પાકોનું વાવેતર કર્યું છે. પંદરેક દિવસથી વરસાદ નથી માટે ખેડૂતોએ કૂવા અને ટ્યુબવેલ દ્વારા પાણી લઈ ખેતી કરવી પડી રહી છે. પરંતુ દક્ષીણ ગુજરાત વિજ કંપનીએ અમારા ઝૂંડા ફીડર પર છેલ્લા દસ દિવસથી વીજ પુરવઠો આપ્યો ન હોય ફરિયાદ કર્યા બાદ બે કલાક વીજળી મળે છે.

જ્યારે વીજ કંપનીમાંથી એમ જણાવે છે કે તમારા વિસ્તારમાં આવેલા વીજ પોલ પર ચડેલ વેલા ડાળીઓ જાતે કપાવી નાંખશો તો તમને નિયમિત વીજળી મળશે. તે માટે અમારા વિસ્તારમાં ખેતી લાયક વીજ પુરવઠો નિયમિત મળે તેવી વ્યવસ્થા કરાવી આપવા નર્મદા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ખેડૂતોએ રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...