નર્મદા ક્રાઈમ ન્યૂઝ:યુવતી સાથે લગ્નની લાલચે ચાર વર્ષ સુધી બળાત્કાર કરનાર સામે ફરિયાદ; એકતાનગરમાં પાર્ક કરેલી 25 હજારની મોટરસાઇકલની ચોરી

નર્મદા (રાજપીપળા)16 દિવસ પહેલા
  • કૉપી લિંક

શારિરીક સંબંધ બાંધનાર સામે બળાત્કારનો ગુનો નોંધાયો...
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જાવલી ગામમાં લગ્નની લાલચે ચાર ચાર વર્ષ સુધી યુવતીને હવસનો શિકાર બનાવતા યુવાન સામે મહિલા પોલીસ મથકમાં બળાત્કારનો ગુનો નોંધાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જાવલી ગામની એક યુવતી સાથે લગ્નની લાલચે ચાર વર્ષ સુધી પ્રેમસંબંધ રાખી વર્ષ 2019-20માં નિઝામપુરા વડોદરા ખાતે પતિ-પત્ની તરીકે ભાડાના મકાનમાં સાથે રાખી જાવલી મુકામે લઇ જઇ લગ્ન કરશે તેવો ભરોશો આપ્યો હતો. ત્યારબાદ યુવતીની મરજી વિરુદ્ધ અવાર-નવાર બળાત્કાર કર્યું હતું. વર્ષ 2021માં આ હવસખોર પ્રશાંત અરવીંદ વલવી રહે.જાવલી નિચલા ફળીયા નાઓએ યુવતીને પોતાના ગામ જાવલી મુકામે લઇ આવ્યો હતો. ત્યાં યુવતીએ પ્રશાંતને લગ્ન કરવા જણાવતા તેણે કહ્યું કે, હું અભ્યાસ પુરો કરી નોકરીએ લાગી જઈશ પછી લગ્ન કરીશુ. તેમ કહી યુવતી સાથે તેની મરજી વિરુદ્ધ અવાર-નવાર શરીર સંબધ બાધી બળાત્કાર કરતા રાજપીપળા મહિલા પોલીસે ભોગ બનનાર યુવતીની ફરિયાદના આધારે પ્રશાંત વલવી સામે બળાત્કારનો ગુનો દાખલ કર્યો છે.

પાર્ક કરેલી 25 હજારની મોટરસાઇકલની ચોરી...
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કેવડીયા એકતાનગરમાં એડમિન બિલ્ડિંગ પાસે પાર્ક કરેલી મોટરસાઇકલની કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી લઈ જતા ફરિયાદ નોંધાઇ છે.

મળતી માહિતી અનુસાર સુમન કેસુર તડવી રહે ભુમલીયા તા.ગરૂડેશ્વર જી.નર્મદાનાઓએ આપેલી ફરિયાદ અનુસાર તેમના દીકરા અનીલ સુમન તડવીનાઓ તેમની મોટર સાયકલ લઇ કોલર કંપનીમા નોકરીએ જવા માટે કેવડીયા કોલોની એકતા નગર ખાતે આવી મોટર સાયકલ પાર્ક કરી નોકરીએ ગયો હતો. તે દરમીયાન કોઇ અજાણ્યો ચોર ઇશમ મોટર સાયકલ કિં. રૂ.25 હજારનુ સ્ટેરીંગ લોક તોડી ચોરી કરી નાશી ગયો હતો. કેવડીયા પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...