કેન્દ્રીય ચૂંટણી પંચના ખર્ચ નિરીક્ષક પ્રભાત રંજને ગરૂડેશ્વર તાલુકામાં સમાવિષ્ટ અને છોટાઉદેપુર જિલ્લાની સરહદને જોડતી બોરઉતાર ચેકપોસ્ટની મુલાકાતલ લીધી હતી. ચેકપોસ્ટ ખાતે ચૂંટણીલક્ષી ફરજો માટે તૈનાત કરાયેલી ફ્લાઇંગ સ્કોડ, BSF અને પોલીસના જવાનો દ્વારા થઇ રહેલી કામગીરીના સ્થળ નિરીક્ષણ સાથે ટીમોને સ્થળ પર જ જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
નર્મદા જિલ્લામાં આગામી 1 ડિસેમ્બર 2022ના રોજ યોજાનારી વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ 22 સંદર્ભે થનારી મતદાનની કામગીરી સુનિશ્વિત રીતે સુપેરે પાર પડે તે માટે કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા ખર્ચ નિરિક્ષક તરીકે પ્રભાત રંજનની નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે તેમણે છોટાઉદેપુર જિલ્લાની સરહદને જોડતી બોરઉતાર ખાતેની ચેકપોસ્ટની મુલાકાત લઇ આ ચેકપોસ્ટ ખાતે ચૂંટણીલક્ષી ફરજો માટે તૈનાત કરાયેલી ફ્લાઇંગ સ્કોડ, BSF જવાનો અને પોલીસ જવાનો દ્વારા થઇ રહેલી કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યુ હતું. આ ટીમોને સ્થળ પર જ તેઓએ જરૂરી સૂચનો સાથે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
કેન્દ્રીય ચૂંટણી ખર્ચ નિરિક્ષક પ્રભાત રંજને આ મુલાકાત દરમિયાન બોરઉતાર ચેકપોસ્ટ ખાતે ફરજ પર રહેલા કર્મીઓના ટીમ લીડર પી.એમ.મોગરા અને પોલીસ અધિકારી એન.જે.તડવી સાથે જરૂરી ચર્ચા-વિમર્શ કરી સ્થળ પર થઈ રહેલી કામગીરીના જરૂરી રજીસ્ટરની ચકાસણી કરી હતી. ફરજ પરના કર્મચારીઓ અને 24 કલાક રાઉન્ડ-ધી-ક્લોક વાહન ચેકીંગ અને રૂટ પેટ્રોલિંગ અંગેની વિગતો મેળવી હતી. ત્યારબાદ આ ચેકપોસ્ટ પરથી રોજ કેવા પ્રકારના વાહનો પસાર થાય છે, દિવસ અને રાત્રિના સમયે કેવા પ્રકારના લોકોની અવર-જવર થાય છે, છેલ્લા સાત દિવસમાં અહીં કેવો માહોલ રહ્યો હતો.
ભૂતકાળની ચૂંટણી સમયે આ ચેકપોસ્ટ ખાતે કોઈ ગુનાહિત કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે કેમ? વાહન ચેક કરતી વખતે કેવા પ્રકારની કાળજી રાખવી વગેરે જેવી બાબતો અંગેની ઝીણવટભરી જાણકારી સાથે વિસ્તૃત માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. અધિકારીની ઉક્ત મુલાકાત દરમિયાન લાયઝન ઓફિસર વિનોદ પટેલ, નાંદોદ વિધાનસભા મત વિસ્તારના મદદનીશ ખર્ચ નિરિક્ષક ડી.એ.વસાવા પણ સાથે જોડાયાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.