સ્થાપના:તલકેશ્વર મહાદેવની મંદિર પરિસરમાં સ્થાપના

રાજપીપળા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૂરના પાણીમાં શિવલિંગ તણાઇ ગયું હતું

નર્મદા જિલ્લામાં ભારે વરસાદ માં કરજણ ડેમ માથી મોટી માત્રામાં પાણી છોડયું હતું જેમાં કરજણ કાંઠા નાં ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા આ સમયે રાજપીપળા કરજણ બ્રિજ ની નીચે આવેલા તલકેશ્વર મહાદેવનું મંદિર પણ પાણીમાં ગરકાવ થયું હતું.

જેમાં મહાદેવ નું શિવલિંગ જેસીબીની મદદથી શોધી સફાઈ કરી મંદિર નાં સ્થાન ઉપર મૂકવામાં આવ્યું હતું ત્યાર બાદ તલકેશ્વર મહાદેવ ભગવાનની ગાદી(બેઠક ) જે મહારાજા સાહેબ દ્વારા સ્થાપીત કરવામા આવી હતી જેને જેસીબી દ્વારા બહાર કાઢી મંદિર પરીસર મા મુકવીમા આવી હતી.

પરંતુ હાલમાં શ્રાવણ માસ ચાલતો હોય ભક્તો માટે આ પ્રાચીન મંદિર મહત્વ ધરાવતું હોવાથી મંદિર માં કામ ચલાઉ મહાદેવ નાં શિવલિંગ ની સ્થાપના પેટ્રોલ પંપ વાળા બંટીભાઈ,નયનભાઈ ભૈયા, કનૈયાલાલ કહાર દ્વારા કરાઈ છે જેથી આવતીકાલે શ્રાવણ માસના પહેલાં સોમવારે ભક્તો પૂંજા કરી શકે.

અન્ય સમાચારો પણ છે...